ગાંધીનગરને મળ્યા મહિલા મેયર, મીરાબેન પટેલની મેયર પદે થઇ વરણી

By: nationgujarat
18 Jun, 2024

ગાંધીનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનને નવા મેયર મળ્યા છે. આજે થયેલી વરણીમાં  ગાંધીનગર કોપોરેશનને મહિલા મેયર મળ્યા છે, આજે મળેલી બેઠકમાં મહિલા મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે, ગાંધીનગરમાં મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ શાસિત છે અને નવા મેયર તરીકે મીરાબેન પટેલની વરણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં કોર્પોરેશનમાં અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. બીજી ટર્મમાં મેયર પદ માટે મહિલા અનામત હતુ, જેના પર મીરાબેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

ગાંધીનગર મ્યૂનિસિપલ કોર્પોરેશનમાં નવા મહિલા મેયરની વરણી કરવામાં આવી છે, ગાંધીનગરને આજે મીરાબેન પટેલ નામના નવા મેયર મળ્યા છે. મેયરની સાથે સાથે ડેપ્યૂટી મેયર અને સ્ટે. કમિટીના ચેરમેનની પણ વરણી કરવામાં આવશે. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા નવા હોદ્દેદારોની વરણી કરાશે. આ પહેલા મેયર પદ માટે બ્રહ્મ સમાજના નામોની ચર્ચાએ જોર પકડ્યુ હતુ, જોકે, આખરે પાટીદાર મહિલા નેતાને આ પદ મળ્યું છે.


Related Posts