ક્રિકેટ વર્લ્ડ કપનો ક્રેઝ,ટીકિટ બુકિંગના પહેલાજ દિવસે થયુ આ કામ

By: nationgujarat
26 Aug, 2023

ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ 2023ની ટિકિટોનું વેચાણ આવતીકાલ એટલે કે શુક્રવાર, 25 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે. પહેલા દિવસે બિન-ભારતીય મેચની ટિકિટનું વેચાણ થયું હતું, પરંતુ આ દરમિયાન ચાહકોનો એટલો ધસારો હતો કે સત્તાવાર વેબસાઇટ અને એપ લગભગ 35 થી 40 મિનિટ સુધી ક્રેશ થઈ ગઈ હતી. જેના કારણે ટીકિટ મેળવનારને ટિકિટ બુક કરાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સ્થિતિ છે જ્યારે ભારત માટે કોઈ મેચ નથી, કલ્પના કરો કે જ્યારે ભારતની વોર્મ-અપ મેચોની ટિકિટનું વેચાણ 30મી ઓગસ્ટથી શરૂ થશે અને સત્તાવાર મેચો 31મી ઓગસ્ટથી શરૂ થશે ત્યારે શું થશે.

ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં ભારતની વોર્મ-અપ મેચોની ટિકિટ 30 ઓગસ્ટથી ખરીદી શકાશે. એક દિવસ પછી, ચેન્નાઈ (વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા, ઑક્ટોબર 8), દિલ્હી (વિરુદ્ધ અફઘાનિસ્તાન, ઑક્ટોબર 11) અને પૂણે (વિરુદ્ધ બાંગ્લાદેશ, ઑક્ટોબર 19)માં ભારતની મેચો માટે ટિકિટો ખોલવામાં આવશે.

વર્લ્ડ કપની ટિકિટોનું વેચાણ ખૂબ મોડું શરૂ થયું છે અને પહેલા જ દિવસે વેચાણ એવી મેચોનું હતું જેમાં ભારત નથી રમી રહ્યું. જો કે, પ્રક્રિયા સ્થાનિક સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થઈ અને તરત જ ચાહકોએ ‘બુક માય શો’ એપ ક્રેશ થવાની ફરિયાદ કરી. આ એપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ માટે ટિકિટિંગ પાર્ટનર છે.


Related Posts