કોંગ્રેસમા બાકી ઉમેદવારોના નામની જાહેરાત ગમે કે ક્ષણે થઇ શકે છે

By: nationgujarat
10 Apr, 2024

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી  અને રાજયસભાના  સાંસદ મુકુલ  વાસનિક  આજે ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે.   પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠકોનો   ધમધમાટ ચાલી રહ્યો છે.   રાજયની બાકી રહેલી ચાર બેઠકો માટે ઉમેદવારોના નામો નકકી કરવા મનોમંથન કરવામાં આવ્યું હતુ. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે ભાજપ પર પ્રહાર કર્યા છે. ભાજપ સામે મોટું નિવેદન આપતા તેમણે કહ્યું કે, જો ભાજપ અને મોદી ફરી સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી લોકસભા ચુટંણી છે. ભાજપના શાસનમાં યુવાનો, મહિલાઓ, ખેડૂતો સાથે અન્યાય થયો છે. ભાજપના શાસનમાં ખેડૂતો આજે પણ આત્મહત્યા કરી રહ્યા છે. ભાજપ ફરી સત્તા પર આવશે તો હવે ચૂંટણી નહીં થાય. આ ચૂંટણી બંધારણને બચાવવા માટેની છે.

મુકુલ વાસનિકે પ્રેસ સંબોધનમાં કહ્યું કે, ચુટંણીની જાહેરાત પહેલાંજ દેશમાં બદલાવનુ વાતાવરણ જોવા મળ્યું છે. ૧૦ વર્ષ પહેલાં ગુજરાતના જ એક નેતાએ મહત્વ પુર્ણ જવાબદારી સ્વીકારી હતી. સમાજના દરેક વર્ગને લોભામણા વચનો આપ્યા હતા. આજે ૧૦ વર્ષના અંતે વચેનોને પુર્ણ કરવા કોઇ પ્રમાણીક પ્રયત્ન થયો નથી. યુવાનો, વેપારીઓ, ખેડૂતો અનેમહિલાઓ સાથે અન્યાય થયો છે. અનેક ખેડૂતો આજે પણ આત્મહત્યા કરી રહ્યા છે. સમાજના તમામ વર્ગ વંચિત વર્ગ પરેશાન વર્ગને પડતો મુકવામાં આવ્યો છે. સરકારના ૧૦ વર્ષ અંધકાર, અરાજકતા અન્યાય અને નફરત ફેલાવાઈ રહી છે. જો ફરી મોદી અને ભાજપ સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલેલી લોકસભા ચુટંણી હશે. ભારતનું બંધારણ તમામ લોકોને સમાન અધિકાર આપે છે. તેની સામે અનેક મુશ્કેલીઓ છે, બંધારણને બચાવવા માટેની આ ચૂંટણી છે. જો ભાજપ અને મોદી ફરી સત્તામાં આવશે તો એવું માની લેજો કે આ છેલ્લી લોકસભા ચૂંટણી છે


Related Posts

Load more