ઉત્તર ગુજરાતમાં કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલીમાં

By: nationgujarat
03 Apr, 2024

ઉત્તર ગુજરાતની નર્મદા કેનાલમાં પાણી આપવાનું બંધ કરાતા ખેડૂતો પરેશાન થયા હતા. મળતી જાણકારી અનુસાર,  ઉનાળામાં પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પહેલી એપ્રિલથી ઉત્તર ગુજરાતની નર્મદા કેનાલમાં પાણી આપવાનું બંધ કર્યુ હતું  જેના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા. મહેસાણાનો બહુચરાજી તાલુકો વરસાદી પાણી અને નર્મદા કેનાલ પાણી આધારીત ખેતી કરતો તાલુકો છે.  એવામાં હવે ખેડૂતોની માંગ છે કે સરકારના આ નિર્ણયના કારણે ભારે નુકસાન જશે. સરકાર યોગ્ય વ્યવસ્થા કરે અને પાણી આપે.

સરકારે એક એપ્રિલથી ઉત્તર ગુજરાતની તમામ નર્મદા કેનાલોમાં સિંચાઈ માટે પાણી બંધ કરી દીધા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા હતા. કારણ કે હાલના ખેડૂતોએ પશુઓ માટે ઉનાળુ ખાસ ચારાનું વાવેતર કરેલ છે તેમાં આ પાકને બે થી ત્રણ પાણીની જરૂર હોય છે. બહુચરાજી તાલુકાના બોલેરા કેનાલ પર 50થી વધુ ગામોના ખેડૂતો ખેતી કરે છે ત્યારે આ ખેડૂતોની માંગ છે કે મે મહીનાના પ્રથમ સપ્તાહ સુધી કેનાલમાં પાણી છોડવામાં આવે જેથી તેમનો પાક બચી જાય. ખેડૂતો આજે કેનાલ પર એકઠા થઇ રજૂઆત કરી હતી

બીજી તરફ ભર ઉનાળે વડોદરા શહેરના લોકોને આજે પણ પીવાનું પાણી મળશે નહીં. મહીસાગર નદી કાંઠે આવેલા ફાજલપુરથી વડોદરામાં આવતી પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાયુ છે. આ ભંગાણના સમારકામના કારણે છાણી વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી આવતું નથી. જેના કારણે આ વિસ્તારના લોકો ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે. ત્યારે આજે રોષ ભરાયેલા સ્થાનિકોએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો અને આરોપ લગાવ્યો કે અમારી વાત કોઈ સાંભળતુ નથી.

રાજ્યમાં માર્ચની શરૂઆત થતા કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 3થી 4 દિવસમાં ગરમીથી રાહતના સંકેત આપ્યા છે. આ સમય દરમિયાન એકથી બે ડીગ્રી તાપમાનનો પારો ગબડી શકે છે. જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ રાજ્યમાં વાતાવરણમાં પલટા સંકેત આપ્યા છે.અંબાલાલની આગાહી મુજબ એપ્રિલ માસની શરૂઆતથી  ગુજરાતમાં  આંધી વંટોળન નું પ્રમાણ વધશે. એપ્રિલ માસથી જ  પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશે, એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 20 એપ્રિલ બાદ આકરા તાપનો અનુમાન છે. 20 એપ્રિલ થી રાજ્યમાં આકરી ગરમીની શરૂઆત થશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જઈ શકે છે. મે માસમાં પણ કાળઝાળ ગરમીનું અનુમાન છે.  મે મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી 45 ડિગ્રીને  પાર જઇ શકે છે.


Related Posts

Load more