ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થતાં પરિણામની વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હવે આવતીકાલે ધોરણ 12નું પરિણામ જાહેર થશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સાથે જ જાહેર થશે. બંને પ્રવાહના ભેગા મળી કુલ ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ સત્તાવાર જાહેરાત કરી છે કે, માર્ચ-2024માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસ, ગુજકેટ-2024 અને સંસ્કૃત માધ્યમનું પરિણામ જીએસઈબીની વેબસાઇટ www.gseb.org પર આવતીકાલે એટલે કે તા.9 મેએ સવારે 9 કલાકે જાહેર કરાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે.
વિદ્યાર્થીઓ આવતીકાલે સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જોઈ શકશે. જો પરીક્ષાર્થીની વાત કરવામાં આવે તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક લાખથી વધુ તથા ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. અગાઉ એવી અટકળો ચાલતી હતી જેની વચ્ચે હવે લોકસભાની ચૂંટણી બાદ આવતીકાલે પરિણામ જાહેર કરવાની જાહેરાત કરી છે. બોર્ડની વેબસાઈટ gseb.org પરથી પોતાના સીટ નંબરના આધારે વિદ્યાર્થીઓ પરિણામને સરળતાથી જોઈ શકશે. જોકે, માર્કશીટની વાત કરવામાં આવે તો તે એક દિવસ જાહેર કરવામાં આવશે.