અમેરિકામાં ફરી એક વખત ગોળીબારઃ પરેડમાં ફાઈરીંગ થતાં 1નું મોત,21 ઇજાગ્રસ્ત

By: nationgujarat
15 Feb, 2024

Kansas City Parade Firing: અમેરિકાના મિઝોરી રાજ્યના કેન્સાસ સિટીમાં પરેડ દરમિયાન ફાયરિંગ થયું હતું. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ઓછામાં ઓછા 21 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 8 બાળકોનો પણ સમાવેશ થાય છે. વાસ્તવમાં, સુપર બાઉલની ફાઈનલ રવિવારે જ અમેરિકામાં થઈ હતી, જેમાં ‘કેન્સાસ સિટી ચીફ’ ટીમનો વિજય થયો હતો. આ જીતની ઉજવણી માટે શહેરમાં પરેડ કાઢવામાં આવી રહી હતી, જેમાં ફાયરિંગની ઘટના સામે આવી છે.

પરેડ દરમિયાન ગોળીબારના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. એનએફએલના સુપર બાઉલમાં કેન્સાસ સિટીની ટીમના વિજયની ઉજવણી કરવા માટે શહેરના લોકોએ મોટી સંખ્યામાં પરેડમાં ભાગ લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ફાયરિંગની ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પરેડ તેના અંતિમ તબક્કામાં હતી. પરેડ માર્ગની નજીક સ્થિત પેટ્રોલ પંપમાંથી ગોળીબારનો અવાજ સંભળાયો હતો. ગોળીબાર થતાં જ લોકો અહીં-તહીં ભાગવા લાગ્યા અને જીવ બચાવવા છુપાઈ ગયા.

15 લોકો ગંભીર રીતે ઘાયલ

પોલીસ ચીફ સ્ટેસી ગ્રેવેસે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગ્રેવ્સે કહ્યું કે તપાસકર્તાઓએ હજુ સુધી હુમલા પાછળનું કારણ શોધી શક્યું નથી. ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ રોસ ગ્રાન્ડિસને જણાવ્યું હતું કે 22 લોકો ગોળીબારનો ભોગ બન્યા હતા, જેમાંથી એકનું મોત થયું હતું. તેમણે જણાવ્યું કે પરેડમાં હુમલાનો ભોગ બનેલા 15 લોકો છે, જેઓ ગંભીર રીતે ઘાયલ છે અને તેમનો જીવ જોખમમાં છે.


Related Posts

Load more