અમેરિકાના રાષ્ટ્રપતિ હંમેશા 20 જાન્યુઆરીએ જ કેમ શપથ લે છે ?

By: nationgujarat
12 Nov, 2024

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે તેમનો બીજો કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યા છે. તેઓ 20 જાન્યુઆરી 2025ના રોજ શપથ લેશે.તમને જણાવી દઈએ કે 20 જાન્યુઆરી એ અમેરિકા માટે ખાસ દિવસ છે. આ દિવસને ઇનોગ્રેશન ડે તરીકે મનાવવામાં આવે છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ આ દિવસે શપથ લે છે.યુએસ બંધારણમાં 20મા સુધારા દ્વારા આ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. આ સુધારો 1933માં કરવામાં આવ્યો હતો. અગાઉ નવા રાષ્ટ્રપતિ માટે શપથ ગ્રહણનો દિવસ 4 માર્ચ હતો.ચૂંટણી દિવસથી શપથગ્રહણ સુધી એટલે કે લગભગ 75 દિવસના આ સમયગાળામાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિને તેમની કેબિનેટ અંગે નિર્ણય લેવા, બ્રીફિંગ્સ મેળવવા અને શાસન કરવા માટે તૈયાર કરવા સક્ષમ બનાવે છે, જેનાથી નવા રાષ્ટ્રપતિને સરળતાથી સત્તા ટ્રાન્સફર થઈ શકે.આ ઉપરાંત અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ ચોક્કસ દિવસે જ થાય છે. આ માટે નવેમ્બરના પહેલા મંગળવારને પસંદ કરવામાં આવ્યો છે. દર વખતે નવેમ્બરના પહેલા મંગળવારે જ રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે.અમેરિકન રાષ્ટ્રપતિને શપથ લેવડાવવાની જવાબદારી યુનાઇટેડ સ્ટેટ્સના મુખ્ય ન્યાયાધીશની રહે છે. આ વ્યક્તિ અમેરિકાની સુપ્રીમ કોર્ટના વડા છે અને શપથ ગ્રહણ સમારોહ દરમિયાન તે નવા રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે.


Related Posts

Load more