અમૂલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો, દૂધ બાદ દહીના ભાવમાં વધારો કર્યો

By: nationgujarat
10 Jun, 2024

નાગરિકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર અમૂલે આપ્યા છે. અમૂલે તાજેદરમાં જ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે હવે અમૂલ દહીના ભાવમાં પણ વધારો કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, અમુલ દ્વારા ગુપચુપ અમુલ મસ્તીના દહીંમાં પણ વધારો ઝીંક્યો છે. અમૂલે ગુજરાતના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. આજે અમુલે દૂધ બાદ દહીંના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે. દહીના ભાવમાં વધારો ચૂપચાપ રીતે કરાયો છે. ગત 5 મી જુનથી ભાવ વધારો અમલમાં આવી ગયો છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે દહીંનો સ્વાદ દુર્લભ બનશે. ગ્રાહકો માટે મોટો ઝટકો 
દૂધ બાદ દહીના ભાવમાં પણ વધારો એ ગ્રાહકો માટે મોટો ઝટકો સમાન છે. કારણ કે, એક જ મહિનામાં દૂધ બાદ દહીંના ભાવમાં પણ વધારો કરાયો છે. જેથી ગૃહિણીઓનું ઘરનુ બજેટ બગડી શકે છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પર મોંઘવારીનો વધુ એક માર ઝીંકાયો છે. દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી અટકવાનું નામ નથી લઇ રહી. ત્યારે હવે ગુજરાતમાંથી વધુ એક મોટો ઝટકો પ્રજા માટે આવ્યો છે.

તાજેતરમાં દૂધના ભાવમાં કર્યો હતો વધારો
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ લોકો પર મોંઘવારીનો માર ઝીંકાઈ રહ્યો છે. તાજેરતમાં જ અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો કરાયો છે. હવે અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે. જ્યારે અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લિટર ભાવ રૂ.62થી વધી 64 થશે. એટલુ જ નહી અમૂલ શક્તિના પ્રતિ લીટર રૂ.60 થી વધી 62 રૂપિયા થશે જ્યારે દૂધ સહિત દહીંના ભાવમાં પણ વધારો થયો છે. હવે સવાલ એ છે કે, અમૂલ દૂધના ભાવ વધતા ગુજરાતની અન્ય ડેરીઓ પણ ધીરે ધીરે ભાવ વધારી રહી છે.


Related Posts

Load more