અમદાવાદ કોર્પોરેશને રખડતા ઢોર મુદ્દે નવી પોલીસી જાહેર કરી

By: nationgujarat
13 Jul, 2023

Ahmedabad : અમદાવાદ કોર્પોરેશને(AMC) રખડતા ઢોર મુદ્દે નવી પોલીસી જાહેર કરી છે. જેમાં ત્રણ વર્ષ માટે લાયસન્સ ફ્રી રૂપિયા 500 નક્કી કરવામાં આવી છે. તેમજ તેની બાદ રિન્યૂ માટે રૂપિયા 250 ફી  નક્કી કરવામાં આવી છે.

સૂચિત નવી પોલીસીના મુખ્ય મુદ્દાઓ.

(A) પરમીટ તથા લાયસન્સઃ-

  • જે પશુ માલિક વ્યક્તિગત રીતે પોતાના ઉપયોગ માટે ઘરે પશુ રાખે તેણે પરમીટ લેવાની રહેશે. – જૈ પશુ માલિકો પશુઓ રાખી પશુના દુધના વેચાણમાં અથવા પશુનો અન્ય રીતે વ્યવસાયિક ઉપયોગ કરતા હશે તેઓએ લાયસન્સ લેવાનુ રહેશે.
  • ૫૨મીટ- લાયસન્સ નો સમયગાળો પોલીસી અમલમાં આવેથી ત્રણ વર્ષ માટેનો રહેશે. ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી ની રકમ રૂા. ૫૦૦/- તથા પરમીટ ફી ની રકમ રૂા. ૨૫૦- ભરવાની રહેશે. મુદ્દત પૂર્ણ થવાની હોય તેના એક માસ પહેલા લાયસન્સ- પરમીટ રીન્યુ કરાવવાની રહેશે. (લાયસન્સ માટે રૂા. ૫૦૦/- તથા પરમીટ માટે રૂા. ૨૫૦-) મુદ્દત પૂર્ણ થયા બાદ રૂા. ૧૦૦- પ્રતિ માસ લેટ ફી તરીકે ભરવાના રહેશે. દરેક પશુપાલકે પશુ દીઠ રૂા.૨૦૦ – રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે.
   • પાંજરાપોળ ગૌશાળા જેવી સંસ્થાઓ કે જે પબ્લીક ચેરીટેબેલ ટ્રસ્ટ એકટ હેઠળ રજીસ્ટર થયેલ હોય અથવા આ પ્રકારની સરકારી સંસ્થા દ્વારા માન્યતા પ્રાપ્ત હોય તેમણે લાયસન્સ મેળવવાનુ રહેશે, તેમજ આવી સંસ્થાઓને લાયસન્સ ફી પરમીટ ફી માંથી મુકિત આપવાની રહેશે.

   (B) RFID ચીપ અને ટેગ જગ્યા ધરાવતા પશુ માલિકો માટેઃ

   • -પશુપાલક શહેરની બહારથી નવા ઢોર લાવે તો તેમણે એક માસમાં પશુ નોંધણી કરાવી, RFID ચીપ અને ટેગ લગાડવાની તેમજ પરમીટ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. શહેરમાં રહેલ દરેક પશુને RFID ચીપ અને ટેગ લગાડવાનું રહેશે.
   • પશુઓને RFID ચીપ અને ટેગ લગાડવાની બાકી કામગીરી મહત્તમ ૨ માસમાં પશુ દીઠ રૂપિયા 200- આપી કરાવી લેવાની રહેશે અને 2 માસ બાદ રૂપિયા 1000 – પશુદીઠ ચાર્જ વસૂલ કરવામાં આવશે તથા પોલીસી અમલમાં મૂક્યા તારીખથી 4 માસ પછી પશુને RFID ચીપ અને ટેગ લગાડવાનો બાકી હશે તો તેને પકડી ઢોર ડબ્બે પૂરવામાં આવશે. તેને કોઇપણ સંજોગોમાં છોડવામાં આવશે નહી. આ પશુઓને શહેરની બહાર મોકલી દેવામાં આવશે.
   • કોઇ કારણોસર ટેગ તૂટી ગયેલ હોય તોડી નાખેલ હોય તો રૂા. પ૦૦- નો ચાર્જ લઇ ફરીથી ટેગ લગાડી દંડ, ખોરાકી ચાર્જ તથા વહીવટી ચાર્જ વસૂલ કરી પશુને છોડવામાં આવશે.

   જગ્યા ન ધરાવતા પશુ માલિકો માટે :

   પશુ માલિકોએ નિયત સમય (વધુમાં વધુ ૨ માસ)માં સ્વ ખર્ચે પશુને શહેરી હદથી દુર અન્યત્ર ખસેડી લેવાના રહેશે.

   (C) ઘાસ વેચાણ માટે લાયસન્સ :

   • શહેરમાં કોઇપણ વ્યક્તિએ સંસ્થાએ ઘાસ વેચાણ માટે લાયસન્સ પરવાનગી મેળવવાની રહેશે તથા ઘાસ કયાંથી લાવ્યા, કોને વેચ્યું તે તમામ બાબતોને લગતા રજીસ્ટ્રરરિકર્ડ નિભાવવાના રહેશે. પશુ માલિકની જવાબદારી તથા તેમની સામે કાર્યવાહી : રખડતા પશુ અંગેની તમામ જવાબદારી પશુ માલિકની જ રહેશે. રખડતા પશુને કારણે નાગરીક રાહદારીને જાન-માલનુ નુકશાન થાય તો તે અંગે સિવિલ ફોજદારી રાહે માલિક સામે પગલા લઇ તેની પાસેથી વળતર વસૂલાત નુકસાની દાવા જેવી કાર્યવાહી કરી શકાશે.
   • જો ઢોર પ્રથમ વખત પકડાય તો ઉપર દર્શાવ્યા મુજબ, બીજી વખત પકડાય તો દંડ દોઢ ગણો તેમજ ત્રીજી વખત પકડાય તો દંડ (ખોરાકી ચાર્જ તથા વહીવટી ચાર્જ) બે ગણો તથા ત્રણ કે તેથી વધુ વખત એક જ માલિકના જુદા જુદા ઢોર પકડાશે તો પશુ કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે અને ઢોર પરત આપવામાં આવશે નહિ અને પશુ માલિકનુ લાયસન્સ પરમીટ રદ કરવામાં આવશે ત્યારબાદ તે વ્યક્તિ પશ રાખી શકશે નહિ.
   • (E) જી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ની કલમ ૩૭૬માં થયેલ જોગવાઇઓ, – ધી જીપીએમસી એક્ટ ૧૯૪૯ ના શીડયુલ ચેપ્ટર- ૧૪ રૂલ્સ ૨૨ મુજબ કોઇપણ પશુમાલકે શહેરમાં પશુ રાખવા માટે પરમીટ મેળવવી ફરજીયાત રહેશે. પરમીટ મેળવ્યા
   • સિવાય તે શહેરમાં પશુ રાખી શકશે નહિ. ધી જીપીએમસી એક્ટ ૧૯૪૯ ની કલમ ૩૭૬ મુજબ પશુ રાખવાનો, વેચવાનો, દુધ વેચવાનો કે અન્ય હેતુસર, વિગેરે વ્યવસાય અથવા પ્રવૃતિ શહેરમાં લાયસન્સ મેળવીને કરવાની રહેશે. તે સિવાય આવી પ્રવૃત્તિ કરી શકાશે નહી.
   • લાયસન્સ પરમીટ વાળી જગ્યા ઉપર દુધાળા પશુ રાખવા માટે જીપીએમસી એક્ટ ૧૯૪૯ ની કલમ ૩૭૬(૧) મુજબ અલાયદુ લાયસન્સ લેવાનુ ફરજીયાત રહેશે.
   • પશુ માલિક પશુ ધારકે જાહેરનામુ પ્રસિદ્ધ થયેથી શહેરમાં પશુ રાખવા માટે પરમીટ લાયસન્સ, દુધાળા પશુ રાખવાનુ લાયસન્સ ૯૦ દિવસમાં મેળવવાનુ રહેશે.

   (F) જપ્ત કરેલ ઢોર તથા પશુ માલિકો દ્વારા નહિ છોડાવાયેલા ઢોર અંગેની કાર્યપધ્ધતિઃ (૧) દુધાળા પશુઓને હરાજી મારફતે અમદાવાદ શહેરની બહાર મોકલવા.

   હરાજીથી ઢોર આપવા અંગે સ્ટે.ક.ઠ.નં.૨૦૦૩ તા.૧૪૦૨ ૧૯૬૯ થી મંજુર થયેલ છે.

   દુધાળા, ખેતીલાયક કે અન્ય રીતે ઉપયોગી પશુઓને શહેર બહારના ગામડાના લાભાર્થીને જાહેર હરાજીથી આપવાના રહેશે. જાહેર હરાજી અંગે બેઝ પ્રાઇઝ નક્કી કરવા એક કમિટીની રચના કરવાની રહેશે.

   (૨) જરૂરીયાત મંદ ખેડૂતોને વાછરડા બળદ આપવા. (વિના મૂલ્યે નિશ્ચિત મૂલ્યથી) > વિના મૂલ્યેઃ

   અમદાવાદ શહેરની હદથી ૫૦ કિ.મી દુરના ખાતેદારોને કે જે જમીન ધારણ કરતા હોય, ૭- ૧૨, ૮- ૨ માં નામ હોય તેવા કૃષિ અને સહકાર વિભાગ, પશુપાલન વિભાગ, ગૌ સેવા- ગૌચર વિભાગ વિગેરે સહકારી વિભાગ બોર્ડના પરિપત્ર મુજબ માન્ય અમલીકરણ એજન્સીઓને એજન્સી મારફતે જરૂરીયાતમંદ ખેડુતોને વાછડા બળદ વિગેરે પશુઓ તેઓના સ્વ ખર્ચે પરિવહન કરી સોંપવાની નવી વ્યવસ્થા ઉભી કરવાની રહેશે.

   રાજ્ય સરકારના કૃષિ અને સહકાર વિભાગ, પશુપાલન વિભાગ, ગૌ સેવા- ગૌચર વિભાગ વિગેરે વિભાગો દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ સંસ્થાને કેટલ પોન્ડ માંથી આવા પશુઓ લઇ જવાની, તેઓ કહે તે ખેડૂતોને નિયત ચાર્જથી પશુઓ સોંપવાની નવી વ્યવસ્થા ઉભી કરવાની રહેશે.

   (૩) પશુઓને પાંજરાપોળ જેવી સંસ્થામાં મોકલવા.

   હાલ દૈનિક ધોરણે પકડાતા પશુઓ પૈકી અંદાજીત ૮૦% થી વધુ પશુને છોડાવતા નથી. તેની સામે ઢોર ડબ્બાની ક્ષમતા મર્યાદીત હોઇ પશુઓને મુંબઇ જીવદયા મંડળી મારફતે પાંજરાપોળ ખાતે મોકલવામાં આવે છે. તે જોતા જે ઢોરને હરાજીથી આપી શકાય તેવા ઢોરને હરાજીથી આપ્યા બાદ જ બાકી રહેતા ઢોર પાંજરાપોળ જેવી સંસ્થામાં આપવાના રહેશે.

   (૪) રાજ્ય સરકાર  દ્વારા ગૌચરની જમીન ફાળવવામાં આવ્યા બાદ એનિમલ હોસ્ટેલ બનાવી ત્યાં પશુઓને મોકલવા.

   અ.મ્યુ.કો. દ્વારા રાજ્ય સરકારની મદદથી શહેરી હદથી દુરના વિસ્તારમાં ગૌચરની જમીન મળશે તે બાદ ત્યાં સરકારના સંબંધિત વિભાગની સહાયથી એનીમલ હોસ્ટેલ શરૂ કરવાનુ આયોજન કરવામાં આવશે.

   કેપીટલ કોસ્ટ તથા તેના મરામત- નિભાવ અંગેના ખર્ચ માટે રાજ્ય સરકારની સંપૂર્ણ આંશિક નાણાકીય મદદ મેળવી એનીમલ હોસ્ટેલ કાર્યરત કરવાની રહેશે.

   હોસ્ટેલના સંચાલન માટે રાજ્ય સરકારના પશુપાલન કે ગૌ-સેવા વિભાગ સાથે એમ.ઓ.યુ. કરી તેઓ મારફતે જાળવણી રાખ-રખાવ થાય તે મુજબની કાર્યવાહી કરવાની રહેશે.


Related Posts