હોળી પર આ રાશિઓ બનશે માલામાલ, ભાગ્યનો મળશે પૂરેપૂરો સાથ; બુધ અને શુક્ર વરસાવશે કૃપા

By: Nation Gujarat Team
28 Feb, 2026
પંચાંગ અનુસાર, 4 માર્ચ, 2026ને બુધવારે હોળીનો પાવન પર્વ ઉજવવામાં આવશે. આ વખતે હોળીનો તહેવાર જ્યોતિષ અનુસાર ખાસ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, આ સમય કુંભ રાશિમાં સૂર્ય અને બુધ એકસાથે છે, જેનાથી બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. તેમજ શુક્ર અને સૂર્યની યુતિથી શુક્રાદિત્ય રાજયોગ પણ બની રહ્યો છે. જ્યોતિષમાં આ બંને યોગોની પ્રગતિ, ધનલાભ અને સન્માન સાથે જોડીને જોવામાં આવે છે. ત્યારે કેટલીક રાશિઓ માટે આ હોળી ખુશખબર લઈને આવી શકે છે.
મેષ : મેષના જાતકો માટે આ રાજયોગ આવક અને લાભના સ્થાન પર બની રહ્યો છે. આ જ કારણે તમને આર્થિક લાભ થઈ શકે છે. કરિયરમાં નવી જવાબદારીઓ મળી શકે છે. સાથે જ જૂના અટવાયેલા કાર્યો પૂર્ણ થવાના યોગ છે. સરકારી કામોમાં તમને સફળતા મળી શકે છે. જે લોકો વિદેશથી સંબંધિત કામોમાં જોડાયેલા છે, તેમને પણ લાભ મળવાની સંભાવના છે.
તુલા: તુલા રાશિના જાતકો માટે આ યોગ પંચમ ભાવમાં બની રહ્યો છે, જે પ્રેમ, સંતાન અને શિક્ષણ સાથે જોડાયેલો છે. આ સમયે સંતાન સાથે જોડાયેલા કોઈ સારા સમાચાર મળી શકે છે. તમારી લવ લાઇફમાં સુધારો આવશે અને સંબંધો મજબૂત બનશે. બિઝનેસ કે પાર્ટનરશીપમાં તમને ફાયદો થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી બની શકે છે. સાથે જ તમારા દાંપત્ય જીવનમાં મીઠાશ વધશે.
મકર: મકર રાશિના જાતકો માટે આ સમય સારો સાબિત થઈ શકે છે. તમારી કુંડળીમાં આ યોગ ધન અને વાણી સાથે સંબંધિત ઘરમાં બની રહ્યો છે. આ દરમિયાન મકર રાશિના જાતકોને નોકરી કે બિઝનેસમાં આગળ વધવાની તકો મળી શકે છે. પ્રમોશન કે નવી ડીલ મળવાના સંકેત છે. જો સમજદારીથી રોકાણ કરવામાં આવે, તો ફાયદો થઈ શકે છે. તમારા પરિવારમાં ખુશીઓનો માહોલ બની શકે છે.
શું છે બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગ?: બુધાદિત્ય અને શુક્રાદિત્ય રાજયોગ વૈદિક જ્યોતિષમાં ખૂબ જ શુભ અને પ્રભાવશાળી યોગ માનવામાં આવે છે. આ યોગ યુતિથી બને છે. સાથે જ વ્યક્તિના જીવનમાં બુદ્ધિ, ધન, કરિયર અને આકર્ષણ સાથે સંબંધિત લાવી શકે છે. સાથે જ આ બંને યોગ વ્યક્તિને આકર્ષક વ્યક્તિત્વ, ભૌતિક સુખ સુવિધાઓ, કળા અને લક્ઝરી લાઇફ તરફ ઝુકાવ આપે છે.
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. નેશન ગુજરાત તેની પુષ્ટિ કરતુ નથી, જેથી આ અંગે કોઈપણ નિર્ણય લેતાં પહેલાં સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે

Related Posts

Load more