હાય રે મોંઘવારી – 100 રૂપિયા નીચે શાકભાજી નથી મળતું

By: nationgujarat
03 Jul, 2024

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. ભારે વરસાદની સીધી અસર શાકભાજીનાં ભાવ અને આવક ઉપર પડી છે. શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવ આસમાને પહોંચ્યાં છે.શાકભાજીનાં ભાવમાં સતત વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ભાવનગર માર્કેટમાં રીંગણા, ટામેટા, મરચા, આદુ, કોથમરીનાં ભાવમાં 45 ટકા સુધીનો વધારો થયો છે.શાકભાજીનાં વેપારી કાનજીભાઇ મકવાણાએ જણાવ્યું હતું કે, ભાગનરગ શહરે અને જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદનાં કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે.આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. રીંગણાના એક કિલોનાં ભાવ 100 રૂપિયા, ફ્લાવરનાં એક કિલાનાં ભાવ 90 રૂપિયા, કોબીજનાં ભાવ એક કિલોનાં 60થી 80 રૂપિયા અને કોથમરીનાં ભાવ 120 રૂપિયા છે.ટીંડોરાનાં ભાવ 120 રૂપિયા એ વટાણાનાં ભાવ 100 રૂપિયા બોલાયા છે.ભાવનગર શહેરમાં કાળા નાળા વિસ્તારની અંદર શાક માર્કેટ આવેલું છે. આ માર્કેટની અંદર મોટી સંખ્યામાં લોકો શાકભાજીની ખરીદી કરવા પણ આવે છે.વેપારીઓને શાકભાજી વેચવા માટે આવે છે. હાલ વરસાદ પડવાને કારણે અને પાક ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.તેમજ આદુનો એક કિલોનો ભાવ 120 રૂપિયા અને ગુવારનો ભાવ 80 રૂપિયા બોલાયા છે. જ્યારે તુરીયાનો ભાવ 60 રૂપિયા નોંધાયો છે. કાકડીનો ભાવ 40 થી 60 રૂપિયા એક કિલોનો ભાવ બોલાયો છે.


Related Posts

Load more