સ્મુતિ ઇરાની અમેઠીથી હારી તો યુસુફ બંગાળથી જીત્યો જાણો વિગત

By: nationgujarat
04 Jun, 2024

ક્યા સે ક્યા હો ગયા…. દેખતે દેખતે…. ક્યાં એનડીએ ગઠબંધન 400 પારનો નારો લગાવી રહ્યું હતું. પરંતુ આજે જે પરિણામો આવ્યા છે તે ભાજપને વિચારવા મજબૂર કરી દે તેવા છે. હવે ખામીઓ ક્યાં રહી તે ચર્ચાનો વિષય છે, પરંતુ જે રાજ્યો પર ભાજપના નેતાઓ અવાજ ઉઠાવી રહ્યા હતા તેમાંથી માત્ર સૌથી વિશ્વાસપાત્ર રાજ્યોએ તેમને સમર્થન આપ્યું નથી. ભાજપને એક-બે નહીં, પરંતુ કુલ 4 મોટા રાજ્યોમાંથી આ પરિણામની બિલકુલ આશા નહોતી.ચૂંટણી પહેલા જનતા કઈ બાજુ જશે તેનો માત્ર અંદાજો લગાવી શકાય છે પણ વાસ્તવિકતાનો સામનો પરિણામના દિવસે જ થાય છે. હવે ભાજપમાં લાંબા સમયથી પરિણામોને લઈને મંથનનો સમયગાળો ચાલશે, તેના કારણો પણ સામે આવશે. પરંતુ પરિણામો દર્શાવે છે કે ભાજપને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનું સમર્થન મળ્યું નથી. આ સિવાય રાજસ્થાન અને મહારાષ્ટ્રે પણ ભાજપને આંચકો આપ્યો છે.

 

. સ્મૃતિ ઇરાની અમેઠી બેઠક પરથી હાર થઇ છે તેમજ કેન્દ્રીયમંત્રી રાજીવચંદ્ર શેખરનો પણ પરાજય થયો છે. મધ્યપ્રદેશથી કમલનાથના પુત્રની હાર થઇ છે. કોંગ્રેસના અધીરંજન ચૌધરીની પાણ હાર થઇ છે તેની સામે યુસુફ પઠાણની જીત થઇ છે. યુસુફ બંગાળથી મમતા બેનર્જીની પાર્ટીથી ઉમેદવારી નોંધાવી હતી. ગુજરાતમા પણ ભાજપને એક બેઠકનુ નુકશાન થયુ છે બનાસકાંઠાની બેઠક કોંગ્રેસના ગેનીબેન જીતવામા સફળ થયા છે.

આ 4 રાજ્યોમાં ભાજપને નથી મળી સફળતા!
ભાજપને પશ્ચિમ બંગાળમાંથી બહેતરીન પરિણામોની અપેક્ષા હતી, પરંતુ ફરી એકવાર મમતા બેનર્જીએ ભાજપને હરાવ્યું છે. એટલે કે યુપી, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ભાજપ સાથે ખેલ થઈ ગયો છે. જ્યારે 2019ની ચૂંટણીમાં આ રાજ્યોમાં ભાજપનું પ્રદર્શન સૌથી સારું રહ્યું હતું. ભાજપને આશા હતી કે ગત ચૂંટણી કરતાં આ વખતે તે આ રાજ્યોમાંથી વધુ બેઠકો જીતશે. પરંતુ આંચકો એટલો વાગ્યો કે ભાજપને છેલ્લી ચૂંટણી કરતાં ઓછી બેઠકો મળતી હોય તેવું લાગી રહ્યું છે.

આ ચાર રાજ્યોમાં ખરાબ પ્રદર્શનને કારણે ભાજપ પોતે બહુમતથી દૂર રહી ગઈ છે. 2019ની ચૂંટણીમાં ભાજપને કુલ 302 બેઠકો મળી હતી પરંતુ આ વખતે 250નો આંકડો પાર કરવો મુશ્કેલ છે. વલણો અનુસાર, બીજેપી લગભગ 240 સીટો જીતતી જોવા મળી રહી છે, જેનો અર્થ છે કે 2019ની સરખામણીમાં બીજેપી લગભગ 60 સીટો ઓછી મેળવી શકે છે. જ્યારે ચૂંટણી પહેલા એનડીએ 400 પાર કરવાનો નારો આપવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે એનડીએને 300 બેઠકો માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે, અને એનડીએ પરિવાર 300થી નીચે રહે તેવી શક્યતા છે.


Related Posts

Load more