સ્માર્ટ સિટી સુરત પાણી-પાણી ,18 ઈંચ વરસાદ ,પાંચમાંથી ચાર મુખ્ય ખાડીઓ ઓવરફ્લો

By: Nation Gujarat Team
08 Jul, 2026

સુરતમાં ભારેથી અતિભારે વરસાદે જાહેર જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડી ઓવરફ્લો થતા સ્લમ વિસ્તારથી લઈ પોશ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ગત 6 અને 7 જુલાઈએ સુરતમાં વરસેલા અનરાધાર 18 ઈંચ વરસાદે શહેરની ‘સૂરત’ સંપૂર્ણપણે બદલી નાખી છે. મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે આખું શહેર પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદને પગલે સુરતની પાંચમાંથી ચાર મુખ્ય ખાડીઓ ઓવરફ્લો થતા સ્લમ વિસ્તારથી લઈને શહેરના પોશ વિસ્તારો સુધી પાણી ભરાઈ જવાથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. .બે દિવસ દરમિયાન વીજકરંટ લાગતા, ઝાડ પડતા અને વીજળી પડવાના કારણે 9 લોકોએ જીવ ગુમાવ્યો છે.


Related Posts

Load more