સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદારોના કોલ્ડવોર વચ્ચે દિલીપ સંઘાણીનું મોટું નિવેદન

By: nationgujarat
17 Aug, 2024

સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતા જયેશ રાદડિયા અને ખોડલધામના નરેશ પટેલ વચ્ચેનું કોલ્ડવોર હવે કોઈનાથી છુપુ નથી. બંને અનેકવાર સામસામે આવી ચૂક્યા છે.  પાટીદાર સમાજના બે નેતા વચ્ચે કોલ્ડવોરનો મામલો વધુ ગૂંચવાયો છે. ત્યારે નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચેના કોલ્ડવોરને લઈ સહકારી અને પાટીદાર આગેવાન દિલીપ સંઘાણીનું મોટું નિવેદન આવ્યું છે.

હું બંનેને સમજાવીશ
ઈફ્કોનાં ચેરમેન દિલીપ સંઘાણી હાલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, હુ બન્ને નેતાઓને વ્યક્તિગત રીતે સમજાવીશ. વ્યક્તિગત દખલ કરી અને સમાધાનના પ્રયાસ કરીશ. બંને નેતાઓ સમાજના અગ્રણીઓ છે. બન્ને નેતા પોતાના સ્થાન ઉપર સર્વોચ્ચ છે. હું બંનેને સમજાવવાના પ્રયાસ કરીશ. દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, તેઓ નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે શીતયુદ્ધને શાંત પાડશે. લેઉવા પાટીદારનાં બંને મોટા નેતાઓ વચ્ચે સમાધાન કરાવવાની વાત પણ તેમણે કરી હતી.

ઉલ્લખેયનીય છે કે, સૌરાષ્ટ્રના બે દિગ્ગજ પાટીદાર નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ બરાબરની જામી છે. આ એક પ્રકારનું કોલ્ડવોર બની ગયું છે. જેમાં ભાજપના નેતા જયેશ રાદડિયા અને પાટીદાર નેતા નરેશ પટેલ વચ્ચે લાંબા સમયથી વાકયુદ્ધ ચાલી રહ્યું છે. સૌરાષ્ટ્રના બે દિગ્ગજ લેઉઆ પાટીદાર આગેવાનો જયેશ રાદડીયા અને નરેશ પટેલ વચ્ચે હવે કોલ્ડવોર વકર્યુ છે.


Related Posts

Load more