પીડિત વિદ્યાર્થી ક્લાસનો મોનિટર
મળતી માહિતી અનુસાર જે વિદ્યાર્થી પર હુમલો થયો છે તે ક્લાસમાં મોનિટર છે. તેણે અન્ય વિદ્યાર્થીઓને લાઈનમાં એન્ટ્રી કરવાનું કહ્યું હતું. જેની અદાવતમાં હુમલો કરાયો હતો. ત્રણ વિદ્યાર્થીઓએ ખાર રાખીને તેને માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે સેવન્થ ડે સ્કૂલનો વહીવટ હાલ સરકાર હસ્તક છે, છતાં પણ શાળા પરિસરમાં આવી હિંસક ઘટના બનતા તંત્રની કામગીરી અને વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. એક તરફ સરકાર દ્વારા શાળાઓમાં શિસ્ત અને ભયમુક્ત વાતાવરણની વાતો કરવામાં આવે છે, ત્યારે ધોરણ 7 જેવા નાના બાળકો વચ્ચે થયેલી આ મારામારીની ઘટનાએ વાલીઓમાં પણ ચિંતા ફેલાવી છે. આ મામલે હવે શાળા તંત્ર કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.