યુવતીની ઓળખ અંગે ચર્ચા, સત્તાવાર પુષ્ટિ બાકી
સ્થાનિક સ્તરે એવી ચર્ચા ચાલી રહી છે કે મૃતક યુવતી મૂળ બિહારના નવાદા જિલ્લાની જ્યોતિ કુમારી હોઈ શકે છે. જોકે, પોલીસે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
પોલીસ હાલ ફરાર ભાડૂઆતની શોધખોળ કરી રહી છે અને હત્યા સહિત તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે. સમાચાર લખાઈ રહ્યા હતા ત્યાં સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.