સુરત – શિસ્તબદ્ધ ભાજપના બે નેતાની MLAની હાજરીમાં મારામારી

By: Nation Gujarat Team
05 Aug, 2026

Surat News: સુરતના સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવતી એક મોટી ઘટના સામે આવી છે. સુરત-ઉત્તર વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય કાંતિ બલરના કાર્યાલયમાં જ ભાજપના નેતાઓ વચ્ચે ભારે હોબાળો થતાં રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે. ધારાસભ્યની હાજરીમાં જ ટીપી કમિટીના અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટાહાથની મારામારી થઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.


Related Posts

Load more