સુરત – નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઇ શકે છે, ઉમેદવારી રદ થશે – સુત્ર

By: nationgujarat
21 Apr, 2024

સુરતમાં હાલ હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. સુરતમાં નિલેશ કુંભાણીનુ ફોર્મ રદ થવા મામલે હાઈવોલ્ટેજ ડ્રામા ગઈકાલથી ચાલી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સુરતની બેઠક હાલ સૌથી ચર્ચાનું કેન્દ્ર બની છે. બંને પક્ષે દલીલો પૂર્ણ થઈ છે. ભાજપ અને કોંગ્રેસે પોતાની દલીલો રજૂ કરી છે. ત્યારે હવે નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રને લઈ નિર્ણય આવશે. કોંગ્રેસના ઉમેદવાર કહે છે કે ટકેદાર પહોંચી ગયા છે. પરંતું સત્ય એ છે કે હજુ સુધી એકપણ ટેકેદાર કલેક્ટર કચેરી પહોંચ્યા નથી. કોંગ્રેસના નેતાઓ પણ કહે છે કે ટેકેદાર નથી આવ્યા.

શું હતો મુદ્દો
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ અમારી સિગ્નેચર નથી. આમા ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઊઠ્યો હતો કે શું આ ફોર્મ રદ્દ થશે? નિલેશ કુંભાણીમાં ટેકેદાર બનનાર એક તો તેમના બનેવી રમેશ સાવલિયા જ હતા, તો આખરે એવુ તો શું થયું કે રમેશ સાવલિયા ફરી ગયા.


Related Posts

Load more