બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રમાઈ રહી છે. ચોથા દિવસની શરૂઆત ભારત માટે સારી રહી હતી. સરફરાઝ ખાને પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરી. તેને સપોર્ટ કરવા માટે ઋષભ પંત મેદાનમાં આવ્યો છે. પંત ઈજાના કારણે બીજા દિવસથી મેદાનની બહાર હતો, આજે પ્રશંસકો તેને મેદાન પર જોઈને ખૂબ જ ખુશ છે. આ બંને યુવા બેટ્સમેનોની નજર ભારતને લીડ અપાવવા પર હશે.
મેચના ત્રીજા દિવસે ભારતે શાનદાર બેટિંગ કરી અને ન્યૂઝીલેન્ડની લીડને ઘણી ઓછી કરી દીધી. પ્રથમ દાવમાં નિરાશાજનક બેટિંગ કર્યા બાદ ન્યૂઝીલેન્ડે ભારત પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી, પરંતુ ત્રીજા દિવસના અંત સુધીમાં સ્થિતિ લગભગ સરખી થઈ ગઈ હતી. ભારત પ્રથમ દાવમાં માત્ર 46 રનમાં સમેટાઈ ગયું હતું. જે બાદ મહેમાનોએ રચિન રવિન્દ્રની સદીના આધારે 402 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડને પ્રથમ દાવ બાદ 356 રનની લીડ મળી હતી. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે 3 વિકેટના નુકસાને 231 રન બનાવી લીધા હતા. સરફરાઝ ખાન 70 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. ભારત હજુ પણ મુલાકાતીઓથી 125 રન પાછળ છે.