શ્રીરામ મંદિરના ભવ્ય શિખર પર લહેરાયો ભગવો ધ્વજ, ભક્તો થયા ભાવુક

By: nationgujarat
25 Nov, 2025

Ayodhya Flag Hoisting LIVE : આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવશે. નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના જ ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે. ખાસ વાત એ છે કે શિખર પર લગાવવામાં આવેલો ધ્વજ દંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિરમાં ધાર્મિક ધ્વજ ફરકાવવાને નવા યુગની શરૂઆત ગણાવી અને કહ્યું કે ‘આ ભવ્ય મંદિર 140 કરોડ ભારતીયોની શ્રદ્ધાનું પ્રતીક છે. રામ મંદિરમાં ફરકતો ભગવો ધ્વજ ધર્મ અને ભારતના દ્રષ્ટિકોણનું પણ પ્રતીક છે. ભગવાન રામનું પવિત્ર શહેર એક નવા યુગમાં પ્રવેશ્યું છે. અયોધ્યા ધામમાં આજે દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.’

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના ‘શિખર’ પર ધ્વજારોહણ. પરંપરાગત ઉત્તર ભારતીય નાગર સ્થાપત્ય શૈલીમાં બનેલા શિખર પર ધ્વજારોહણ કરશે, જ્યારે દક્ષિણ ભારતીય સ્થાપત્ય પરંપરામાં ડિઝાઇન કરાયેલ મંદિરની આસપાસની 800 મીટરની દિવાલ મંદિરની સ્થાપત્ય વિવિધતા દર્શાવે છે.


Related Posts

Load more