શેર બજારમાં ગણતરીની પળોમાં રોકાણકારોના 500000 કરોડનું ધોવાણ,

By: Nation Gujarat Team
08 Jun, 2026

વીકેન્ડ બાદ નવું અઠવાડિયું શરૂ  થતા જ પહેલા જ દિવસે શેર બજારમાં બજાર ખુલતાની સાથે જ મોટો કડાકો જોવા મળ્યો. 8 જૂનના રોજ સેન્સેક્સ 800 પોઈન્ટના ઘટાડા સાથે ઓપન થયો બજારમાં ભારે વેચવાલી જોવા મળી. બીએસઈ સેન્સેક્સ લાલ નિશાન સાથે 73,421.61 પોઈન્ટ પર ખુલ્યો હતો. 9.20 કલાકે સેન્સેક્સ 730.91 પોઈન્ટના ઘટાડા સાથે તૂટીને 73,512.43 પર પહોંચી ગયો. જો કે પછી થોડી રિકવરી થઈ અને 634.25 અંકના ફોલ સાથે 73,609.09 પર પહોંચી ગયો. નિફ્ટી 234.80 અંક તૂટીને 23,131.90 અંક પર આવી ગયો.

બજારની આ વેચવાલીએ શરૂઆતની ગણતરીની મિનિટોમાં જ રોકાણકારને 5 લાખ કરોડ રૂપિયાનો ઝટકો આપી દીધો. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ તૂટીને 456 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. બજારમાં આ ઘટાડા પાછળ કોણ જવાબદાર? કયા શેરો પર સૌથી વધુ અસર થઈ? ગ્લોબલ માર્કેટની શું સ્થિતિ છે તે સમજીએ.

આ શેરો સૌથી વધુ તૂટ્યા
શેર બજારના કારણે ઈન્ડિગોમાં સૌથી વધુ 1.98 ટકાનો કડાકો જોવા મળ્યો. બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, ટાટા સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઈટરનલ, NTPC, TCS, BEL, L&T ના શેરો લાલ નિશાન સાથે ખુલ્યા. ફક્ત ટેક મહિન્દ્રા અને સન ફાર્માએ તેજી સાથે ઓપનિંગ કરી.

કેમ ગબડ્યું શેર બજાર?

  • બજારમાં આવેલા આ ભયંકર ઘટાડાનો સંકત અમેરિકી અને એશિયન બજારોમાથી મળવા લાગ્યા હતા. પશ્ચિમ એશિયા યુદ્ધમાં ફરીથી તણાવ વધતા બજારમાં ડરનો માહોલ છે. ઈરાન તરફથી ઈઝરાયેલ પર ફરીથી મિસાઈલો છોડવામાં આવી અને ઈઝરાયેલે લેબનોન પર હુમલા તેજ કર્યા છે. ઈરાનના હુમલાનો વળી પાછો ઈઝરાયેલે જવાબ પણ આપ્યો જેના  કારણે  હવે યુદ્ધ ભડકવાની ભીતિને પગલે શેર બજારમાં વેચવાલી તેજ થઈ છે.
  • આ ઉપરાંત અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર તૂટવાથી એશિયન બજારોમાં ભારે કડાકો જોવા મળ્યો. દક્ષિણ કોરિયા, જાપાન, તાઈવાન, અને હોંગકોંગમાં મોટો ઘટાડો નોંધાયો. એશિયન બજારોની અસર ભારતીય બજારો પર જોવા મળી.
  • અમેરિકી બજાર નાસ્ડેકમાં 4.5 ટકથી વધુનો કડાકો જોવા મળ્યો છે. AI અને સેમીકન્ડક્ટર શેરોમાં વેચવાલી વધી, જેની અસર ભારતીય શેર બજારના ટેક શેરો પણ જોવા મળી.
  • ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળાના ડરથી બજારમાં કડાકો જોવા મળ્યો છે. આજે ક્રૂડ ઓઈલના ભાવમાં 4 ટકાથી વધુની તેજી જોવા મળી. ક્રૂડ  ઓઈલ મોંઘુ થાય તે ભારત માટે મુશ્કેલીઓ વધારે છે.
  • ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે તાજા હુમલાઓથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નબળા હોવાનું સાબિત થયું છે. ઈઝરાયેલે અમેરિકાની વાત અવગણીને લેબનોન પર હુમલા કર્યા. આ હુમલાએ અમેરિકાના શાંતિ પ્રયત્નો પર સવાલ ઊભા કર્યા છે.

Related Posts

Load more