શું મંયક યાદવ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો ? નહી રમે હવેની મેચો ?

By: nationgujarat
08 Apr, 2024

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024ની સીઝનમાં પોતાની સ્પીડથી બધાને પ્રભાવિત કરનાર અને બેટ્સમેનોને ચકિત કરનાર મયંક યાદવ ઈજાગ્રસ્ત છે. લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર મયંક ગુજરાત ટાઇટન્સ (જીટી) સામેની છેલ્લી મેચમાં માત્ર એક ઓવર જ ફેંકી શક્યો હતો.ત્યારબાદ તે સ્નાયુઓમાં ખેંચાણના કારણે મેદાન બહાર જવુ પડયુ હતું. આ ઓવરમાં મયંકે 13 રન આપ્યા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન તે માત્ર બે પ્રસંગોએ 140 KMPH કરતાં વધુની ઝડપે બોલ ફેંકવામાં સક્ષમ હતો. પરંતુ હવે ટીમના સ્ટાર ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ મયંકના સ્વાસ્થ્યને લઈને અપડેટ આપી છે.

ગુજરાત સામે 3 મહત્વની વિકેટ ઝડપનાર કૃણાલે કહ્યું છે કે મયંક ફિટ દેખાઈ રહ્યો છે. એટલે કે તેના આગામી મેચમાં રમવાની સંભાવના છે. કૃણાલે બ્રોડકાસ્ટરને કહ્યું, ‘મને ખબર નથી કે શું થઈ રહ્યું છે, પરંતુ મેં તેની (મયંક) સાથે થોડા સમય માટે વાત કરી છે. તે સારો દેખાય છે જે અમારા માટે રાહતની વાત છે.સ્ટાર ઓલરાઉન્ડરે કહ્યું કે મયંક એક પરિપક્વ ખેલાડી છે. કૃણાલે આગળ કહ્યું, ‘હું તેને બે વર્ષથી ઓળખું છું. ગયા વર્ષે તે ઇજાગ્રસ્ત થયો હતો. મેં તેની સાથે જે પણ વાત કરી છે, હું સમજી શકું છું કે તે ખૂબ જ પરિપક્વ ખેલાડી છે.

તમને જણાવી દઈએ કે IPL 2024ની 21મી મેચમાં લખનૌએ ગુજરાતને 33 રનથી હરાવ્યું હતું. આ મેચમાં બધાની નજર મયંક પર હતી, પરંતુ એક ઓવર નાખ્યા બાદ સ્નાયુમાં ખેંચાણના કારણે તે મેદાન છોડી ગયો હતો.


Related Posts

Load more