કર્મફલદાતા શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જવામાં લગભગ અઢી વર્ષનો સમય લે છે. હાલ તેઓ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે અને જૂન સુધી આ રાશિમાં જ રહેશે. આ દરમિયાન શનિ પોતાની સ્થિતિમાં કોઈને કોઈ ફેરફાર કરતા રહે છે. જણાવી દઈએ કે 29 જૂનના રોજ રાત્રે 11 વાગ્યાને 40 મિનિટ પર કુંભ રાશિમાં ઊલટી ચાલ ચાલવાના છે. તેઓ વક્રી અવસ્થામાં લગભગ 5 મહિના સુધી રહેશે અને 15 નવેમ્બરે માર્ગી થશે. શનિને ક્રૂર ગ્રહોમાંથી એક માનવામાં આવે છે, કારણ કે આ જાતકોને એમના કર્મોના હિસાબે ફળ આપે છે. એટલું જ નહિ શનિ એકમાત્ર એવા ગ્રહ છે જેમની પાસે દસટી અને ઢૈયાનો અધિકાર છે. આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ શનિની ખરાબ દ્રષ્ટિનો સામનો કરવો પડે છે. શનિના વક્રી થવાથી અમુક રાશિઓને ખુબ લાભ મળશે, પરંતુ અમુક રાશિઓ એવી છે જેણે આ સમય દરમિયાન સાંચવીને રહેવું પડશે. તો ચાલો જાણીએ શનિના વક્રી થતા કઈ રાશિઓએ સાવધાન રહેવું.
મેષ રાશિ
આ રાશિમાં શનિની ત્રીજી દ્રષ્ટિ પડી રહી છે. આવી સ્થિતિમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. નોકરીયાત લોકોએ કાર્યક્ષેત્રમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે. આ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. શારીરિક તણાવની સાથે માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. આગામી 5 મહિના આ રાશિના જાતકોના જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે. તેથી, થોડી સાવચેતી રાખવાની જરૂર છે. બિઝનેસમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા ઘરના કોઈ વડીલ સાથે ચોક્કસ વાત કરો.
કન્યા રાશિ
શનિની ત્રીજી દ્રષ્ટિ આ રાશિમાં પડી રહ્યું છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. પરિવાર સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. આ સિવાય બિઝનેસમાં રોકાણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરિવારમાં કોઈ મુદ્દે મતભેદ થઈ શકે છે. બિનજરૂરી ગુસ્સા પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો. તેનાથી તમને નુકસાન થઈ શકે છે. સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા રહેશે.
શનિ સાડાસાતી (મકર, કુંભ, મીન રાશિ)
તમને જણાવી દઈએ કે શનિની સાડાસાતી મકર, કુંભ અને મીન રાશિમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં, શનિના વક્રી થવાના કારણે આ રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. દરેક કામમાં અડચણો આવી શકે છે. તમારાથી વધુ કોઈ પર વિશ્વાસ ન કરો, કારણ કે તમારી નજીકની વ્યક્તિ તમને દગો આપી શકે છે. મનમાં વિવિધ પ્રકારના વિચારો આવી શકે છે. બિનજરૂરી તણાવને કારણે તમે થોડા ચિડિયા થઈ શકો છો. કુંભ રાશિમાં શનિ સાડાસાતીનો અંતિમ ચરણ ચાલી રહ્યો છે અને તેમાં શનિ સ્વયં બિરાજમાન છે. આવી સ્થિતિમાં, આ રાશિના લોકોના જીવનમાં ખૂબ જ ઓછી નકારાત્મક અસર પડશે.
શનિની ઢૈયા
હાલમાં શનિની ઢૈયા કર્ક અને વૃશ્ચિક રાશિ પર ચાલી રહી છે. આવી સ્થિતિમાં આ બંને રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને કામના સ્થળે. બિનજરૂરી ગુસ્સો કરવાથી બચો. તેનાથી તમને જ નુકસાન થઈ શકે છે. તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય તમારા ગુસ્સાવાળા સ્વભાવને કારણે ઘરનું વાતાવરણ પણ બગડી શકે છે. તેથી પરિવાર સાથે વધુ સમય વિતાવો. તમે બિનજરૂરી ખર્ચાઓથી પરેશાન રહી શકો છો. આવી સ્થિતિમાં લોન લેવાની જરૂર પડી શકે છે. જીવનમાં કોઈ સમસ્યા આવી શકે છે. આ સિવાય તમારા સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખો.