શનિના રાશિ પરિવર્તનની સાથે જ આ રાશિ પર ઉદયકાળમાં શરૂ થશે સાડા સાતી, જાણો શું કરવું અને શું ન કરવું જોઈએ?

By: Nation Gujarat Team
22 Jun, 2026

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવની ચાલ અને રાશિ-નક્ષત્ર પરિવર્તનની અસર  ખુબ મહત્વ ધરાવે છે. શનિ એ ધીમી ગતિથી ગોચર કરતો ગ્રહ છે. શનિએ 2025માં મીન રાશિમાં ગોચર કર્યું હતું અને હવે 2027માં મેષ રાશિમાં ગોચર કરશે. આ સાથે જ કેટલીક રાશિ પર સાડાસાતી શરૂ થશે અને કેટલીક રાશિ પરથી અસર ઉતરશે. આવામાં કઈ રાશિ પર શનિના ગોચરની સાથે સાડાસાતી શરૂ થશે તે જાણો અને આ સાડાસાતીના પ્રથમ તબક્કાથી શું ધ્યાન રાખવું કે જેથી કરીને તેની અસર ઓછી થાય તે પણ ખાસ જાણો.

2027માં શનિનું ગોચર, આ રાશિ પર શરૂ થશે સાડા સાતી
શનિ જ્યારે મેષ રાશિમાં ગોચર કરશે ત્યારે આ સાથે જ વૃષભ રાશિ પર સાડાસાતીનો પ્રથમ તબક્કો કે જેને ઉદય કાળ પણ કહે છે તે શરૂ થશે. આ સમય એવો હોય છે જ્યારે જીવનમાં ધીરે ધીરે બદલાવ જોવા મળે છે. જો કે રાહતની વાત એ છે કે વૃષભ  રાશિના સ્વામી શુક્ર સાથે શનિની મિત્રતા છે આથી આ સમયગાળો વધુ કપરો ગણાતો નથી પરંતુ આમ છતાં સાવધાની, સંયમ અને સમજદારી  ખુબ જરૂરી હોય છે.

પ્રથમ તબક્કામાં શું ધ્યાન રાખવું

  • આ સમય દરમિયાન જીવનની ગતિ થોડી ધીમી થઈ શકે છે.
  • જવાબદારીઓ પણ વધી શકે છે.
  • આવામાં ધૈર્યપૂર્વક નિર્ણય લેવા જોઈએ.
  • કોઈ પણ કામમાં ઉતાવળ કરવી જોઈએ નહીં.
  • આ સમય તમને અનુશાસન અને જીવનને વ્યવસ્થિત રાખવાનું શીખવે છે.

ઉદયકાળમાં શું કરવું જોઈએ?

ધૈર્ય અને અનુશાસન અપનાવો
આ સમય આત્મનિયંત્રણ શીખવે છે. કોઈ પણ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો જોઈએ. સમજી વિચારીને આગળ વધવું જોઈએ.

આર્થિક યોજનાઓ ઘડો
ખર્ચામાં અચાનક વધારો થઈ શકે છે. આથી બજેટને નિયંત્રિત રાખવું ખુબ જરૂરી રહેશે. ફાલતું ખર્ચા ન કરવા.

મોટાઓનું સન્માન કરવું
ઘરમાં વડીલોનો આદર સત્કાર કરવો અને સેવા કરવી એ આ સમય દરમિયાન ખુબ શુભ ગણાય છે. તેમના આશીર્વાદથી જીવનમાં સ્થિરતા આવી શકે છે.

મંત્ર જાપ અને પૂજા કરો
નિયમિત રીતે “ॐ शं शनैश्चराय नमः” મંત્રનો જાપ કરવાથી માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા મળે છે.

દાન પુણ્ય કરવું જોઈએ. 
જરૂરિયાતવાળાઓને મદદ કરવી અને સેવા કાર્યોમાં સામેલ થવું એ શનિદેવને પ્રસન્ન કરવાનો એક ઉપાય ગણાય છે.

શું ન કરવું જોઈએ

અહંકારથી દૂર રહેવું જોઈએ
આ સમય દરમિયાન ઘમંડ, જીદ અને નુકસાન રાખવાથી હાનિ પહોંચી શકે છે. વિનમ્ર વ્યવહાર અપનાવવો જોઈએ.

જોખમી નિર્ણય ન લેવા
રોકાણ કે આર્થિક મામલાઓમાં કોઈ પણ મોટું જોખમ લેતા બચો. સટ્ટા કે શોર્ટકર્ટથી દૂર રહેવું જોઈએ.

 

વિવાદથી બચો
કાર્યક્ષેત્રે કે અંગત જીવનમાં દલીલો અને ઘર્ષણથી બચવું. કોર્ટ કચેરીના મામલાઓમાં પણ સતર્કતા રાખવી.

બિનજરૂરી પ્રવાસ ન કરવો
બિનજરૂરી મુસાફરી કરવાથી બચો, કારણ કે આ સમય ઉર્જાને યોગ્ય દિશામાં વાળવાનો છે.

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more