દર વર્ષે 20 માર્ચના રોજ “વિશ્વ ચકલી દિવસ” ઉજવવામાં આવે છે. આ દિવસ પક્ષી બચાવો તથા તેના વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે તેમના રક્ષણ માટે ઘરે ઘરે તે સચવાઈ શકે તે માટે તેમનો માળો બનાવવો જરૂરી છે. ચકલીઓનો પ્રિય ખોરાક કાંગ, ચોખા અને બાજરી છે.
આ દિવસની ઉજવણી નિમિત્તે આજે અનેક સંસ્થાઓ માળાનું વિતરણ કરશે ત્યારે લોક વિજ્ઞાન કેન્દ્ર રેસકોર્સ, નેચર એન્ડ એડવેન્ચર ક્લબ દ્વારા વિરાણી હાઇસ્કૂલમાં તથા ગોંડલ રોડ સૂર્યકાન્ત હોટેલ સામેના વિસ્તારમાં વિનામૂલ્યે વિતરણ થશે.
પરિણામલક્ષી દૃષ્ટિકોણ અને પુણ્ય સાથે પર્યાવરણ સંવર્ધનના હેતુથી કાર્ય કરાશે રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ પક્ષીઓની સેવા માટે આજે 7 લાખથી વધુની કિંમતનો રામદૂત ભોજન સેવા રથ લોન્ચ કરશે. જેના દ્વારા 365 દિવસ રાજકોટની બહારના વિસ્તાર જેમ કે, મુંજકા, ઇશ્વરિયા, મેટોડા, લોધિકા, ખીરસરા સહિતના વિસ્તારોમાં ફરશે તેમાં પાણી, ચણ, કાંગ, માળા, કીડિયારું રખાશે. આ રથની શરૂઆત પરિણામલક્ષી દૃષ્ટિકોણ અને પુણ્ય સાથે પર્યાવરણ સંવર્ધનના હેતુથી કરાઇ છે.
કોઇ ઘરે ઘરે, બજારે બજારે માળા બાંધવાની જવાબદારી લે તો જોઈ એટલા માળા આપવા સક્ષમ છીએ વર્ષ 1998થી 2 વ્યક્તિ દ્વારા ચકલીના માળા બનાવી વિનામૂલ્યે આપવાનું કાર્ય શરૂ કરાયું હતું. પહેલા સાધુ વાસવાણી રોડ પર બનાવવામાં આવતા, પરંતુ બાજુમાં હોટેલ ખૂલી જતા અહીં આવતા ગ્રાહકોને લાકડાંના છોલની ડસ્ટ ઊડતી. તેથી 6 મહિનાથી રૈયા સ્મશાને માળા બનાવવાનું કાર્ય કારાઇ છે જેનું વિતરણ 365 દિવસ કરવામાં આવે છે. જ્યાં વેસ્ટ લાકડાંના ટુકડા ગોતી ભેગા કરી તેમાંથી બનાવાતું વિશેષ વાત તો એ છે કે, દિવસે દરેક લોકો નોકરી, ધંધે જાય અને રાત્રિના 10થી 12:30 વાગ્યે સ્મશાનમાં માળા બનાવે. લક્ષ્મણભાઇએ જણાવ્યું હતું કે, જો કોઈ સંસ્થા કે વ્યક્તિ ઘરે ઘરે, બજારે બજારે માળા બાંધવાની જવાબદારી લેતા હોય તો અમારી ટીમ જોઈએ એટલા માળા આપવા સક્ષમ છે. અમારો ઉદ્દેશ્ય માત્ર ઘર ઘર માળો હર ઘર માળો તેવો છે.