ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વોટચોરીના આરોપો બાદ આજે તેમના રાજીનામાની માંગણી સાથે સીજેપીએ જંતર મંતર પર પોલીસની મંજૂરી ન હોવા છતાં વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું જેના કારણે પોલીસે હવે આકરા પગલા લેવા માંડ્યા છે. કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપક અભીજિત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને પણ દિલ્હી પહોંચતાની સાથે જ અટકમાં લેવામાં આવ્યા. ફ્લાઈટની અંદર જ પોલીસે તેમને અટકમાં લીધા. આ દરમિયાન અભીજિત દીપકે એવું પણ કહેતા સંભળાયા કે હું અરેસ્ટ થવા માટે જ આવ્યો છું. અરેસ્ટ કરી લો!
દીપકેનો સંદેશ
અભીજિત દીપકેએ ફ્લાઈટની અંદરથી જ એક વીડિયો બનાવીને સંદેશ આપતા કહ્યું કે, દિલ્હી પોલીસ અમારી સાથે અપરાધી જેવું વર્તન કરી રહી છે. આવી જાઓ અને કરી લો અરેસ્ટ. આ અરાજકતા છે. આવું તો ઈન્દિરા ગાંધીના સમયમાં પણ નથી થયું. હું ડરવાનો નથી. અત્રે જણાવવાનું કે દીપકે અને તેમના સાથીઓને અટકાયતમાં લેવા માટે દિલ્હી પોલીસની મહિલા કર્મીઓને વિમાનની અંદર મોકલવામાં આવ્યા હતા.