વિધાનસભાના પગથિયે રાજકીય વેરઝેર ભૂલાયું! કાર્યકર્તાએ પણ મજાકમજાકમાં પૂછી લીધું, ‘AAPમાં વયા આવો’

By: Nation Gujarat Team
16 Mar, 2026

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને આપના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાનો એક વીડિયો વાયરલ થયો છે. વિસાવદરના સ્થાનિક આગેવાનો જ્યારે વિધાનસભાની મુલાકાતે આવ્યા તે સમયની ઘટના છે. ગોપાલે ઈટાલિયા તમામ આગેવાનોને જ્યારે વિધાનસભાની કામગીરી વિશે સમજાવતા હતા ત્યારે એક આગેવાને કિરીટ પટેલને આપ પાર્ટીમા જોડાવા કહ્યું હતુ. એક આગેવાને ધારાસભ્ય કિરીટ પટેલને કહ્યુ કે, ‘કોંગ્રેસમાં ના ફાવતું હોય તો AAPમાં આવી જાઓ.’

ગોપાલ ઈટાલીયાએ કિરીટ પટેલ વિધાનસભા પરિસરમા દેખાતા આગેવાનો સાથે મુલાકાત કરવા બોલાવ્યા હતા. ત્યારે ત્યા બેસેલા એક આગેવાને ધારાસભ્ય કિરીટ પટેલને કહ્યું કે ‘આપમા વયા આવો.’ ત્યારે કિરીટ પટેલે પણ હળવા અંદાજમાં જવાબ આપ્યો હતો.

ગોપાલ ઈટાલિયા અને કિરીટ પટેલે આપના કાર્યકર્તાઓને વિધાનસભાની કાર્યવાહી કેવી રીતે ચાલે છે તે સમજાવ્યું હતું. ત્યારે એક કાર્યકર્તાએ કહ્યું કે, ‘પાટણના ધારાસભ્યને મારે પૂછવું છે કે, તમને ન ફાવતુ હોય તો આપમાં વહ્યા આવો ને…’ આવું પૂછતા જ ત્યા હાજર સૌ ખડખડાટ હસી પડ્યા હતા. ત્યારે ગોપાલ ઈટાલિયા બોલ્યા કે, ‘અલ્યા એવું ના હોય ભાઈ.’ આ બાદ ભારે મસ્તીમજાક ચાલી હતી. ત્યારે એક કાર્યકર્તાએ અંતે એવુ પણ બોલ્યા કે, ‘કંઈ ભૂલ થાય તો માફ કરજો.’ ત્યારે કિરીટ પટેલે પણ દરિયાદિલી દાખવીને કહ્યું હતું કે, ‘પાટણ બાજુ આવો તો આવજો….’

નેતા ગમે તે પક્ષનો હોય, પરંતું તેના માટે દરેક જનતા એકજેવી હોવી જોઈએ. જનતા સામે પક્ષાપક્ષી ન હોવી જોઈએ. કિરીટ પટેલ અને ગોપાલ ઈટાલિયાએ કાર્યકર્તાઓની સામે રાજકારણની બીજી બાજુ પ્રદર્શિત કરી.


Related Posts

Load more