ચૂંટણી પૂર્ણ થતાં રાજ્યમાં વધુ એકવાર IAS અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. જેમાં પાંચ અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. તેમજ સુરતના જમીન કૌભાંડમાં તત્કાલીન કલેકટર અને હાલમાં વલસાડના કલેકટર તરીકે ફરજ બજાવતા આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા છે, જેમની જગ્યાએ એ.આર.ઝા(GAS)ને વલસાડ કલેકટરની જવાબદારી સોંપાઈ છે.
પાંચ અધિકારીઓને બદલીના આદેશ
અમદાવાદ મનપાને નવા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે. એ.કે.ઔરંગાબાદકરની અમદાવાદ ડેપ્યુટી કમિશનર તરીકે બદલી થઈ. રિધ્ધેશ રાવલની અમદાવાદ મનપા ડેપ્યુટી કમિશનર તરીકે બદલી કરાઈ છે. તો જયેશ ઉપાધ્યાયની અમદાવાદ ડેપ્યુટી મનપા કમિશનર તરીકે બદલી થઈ જ્યારે બી.સી.પરમારની સચિવ પંચાયત સેવા પસંદગી મંડળમાથી બદલી કરાઈ છે. જ્યારે પરમારને અમદાવાદ મનપા OSD તરીકે બદલી કરાઈ તો મહેશ જાનીને રીજીઓનલ મ્યુનિસિપલ કમિશનર રાજકોટ તરીકે બદલી કરાઈ છે
શું છે મામલો
વલસાડના કલેક્ટર અને સુરત તત્કાલિન કલેક્ટર તેમજ ડુમસ વિસ્તારમાં સરકારી જમીન ખોટી રીતે વેચીને મહેસૂલ વિભાગને નુકસાન પહોંચાડનાર IAS આયુષ ઓકને સરકારે સ્પેન્ડનો ઓર્ડર પકડાવી દીધો છે. આ કટકીબાજ અધિકારી સુરત ખાતે કલેક્ટર તરીકે ફરજ ફજાવતો હતો ત્યારે પોતાનો હોદ્દાનો ઉપયોગ કરી સરકારી જમીન ખાનગી વ્યક્તિને વેચીને 2 હજાર કરોડ ગાંઠે કર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે.કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જમીન કૌભાંડ મામલે ફરિયાદ દાખલ કર્યા બાદ સરકાર એક્શનમાં આવી હતી ત્યારબાદ તપાસ હાથ ધરતા આયુષ ઓકના ભ્રષ્ટ મનસુબો સામે આવતા એક્શન લેવાઈ છે. આ મુદ્દે તુષાર ચૌધરીનો આક્ષેપ છે કે, 20 જેટલા ખાનગી વ્યક્તિઓના નામે સરકારી જમીન ચડાવી દેવામાં આવી છે, વધુમાં જણાવ્યું કે, આ કૌભાંડમાં મોટા માથાઓ પણ સમાયેલા છે જેમને પણ ઉઘાડા કરવામાં આવશે, ફક્ત સ્પેન્ડથી લડાઈ પૂરી થતી નથી.