વડોદરા: માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, લાંબા સમયથી બીમાર હતા

By: Nation Gujarat Team
02 Jun, 2026

MLA Yogesh Patel Passes Away: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ અને લોકપ્રિય ભાજપ ધારાસભ્ય યોગેશભાઈ નારાયણદાસ પટેલનું દુઃખદ નિધન થયું છે. છેલ્લા એક અઠવાડિયાથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, હ્રદય અને સ્વાસ્થ્ય સંબંધિત બીમારીથી લાંબા સમયથી પીડાતા હતા.

તેઓ વડોદરાના રાજકારણમાં એક મજબૂત અને પ્રભાવશાળી નેતા તરીકે જાણીતા હતા, જેમણે લાંબા સમય સુધી જનતાની સેવા કરી અને માંજલપુર સહિત સમગ્ર વડોદરાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમના નિધનના સમાચારથી સ્થાનિક રાજકીય વર્તુળો અને તેમના સમર્થકોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે, અને ગુજરાતના રાજકારણે અનુભવી નેતા ગુમાવ્યા છે.


Related Posts

Load more