રાજયમાં ચોમાસાની સિઝનમાં રસ્તાઓ પર ભૂવા પડવાની સમસ્યા નવી નથી અવારનવાર રસ્તાઓ પર ભૂવા પડેં છે એટલુ જ નહી સ્માર્ટ સિટી ગળાતા શહેરો પણ તેમાથી બાકાત નથી અમદાવાદ હોય કે રાજકોટ કે પછી વડોદરા હાલ ભૂવો પડયાના સમાચાર વડોદરાથી જ આવ્યા છે જેમાં દિનેશ રોડ વિસ્તારમાં ભૂવો પડયો છે. બે દિવસમાં એક જ સ્થળે બીજી વખત ભૂવો પડયો છે. દિનેશ મીલ રોડ પર 15 ફૂટ પહોળો ભૂવો પડયો છે. નવાઇની વાત એ છે કે મહાનગર પાલિકાની ટીમ આ ઘટના અંગે અજાળ છે. હજુ સુઘી કામ ગીરી નથી કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે પહેલા માંજલપુર રોડ પર ભૂવો પડવાની ઘટના આવી હતી ત્યારે આજે ફરી 15 જેટલો ભૂવો પડતા લોકોને હાલાકી પડી રહી છે. વડોદરા વાસીઓ આ ઘટનામાં ભ્રષ્ટાચારીની વાત કહી રહ્યા છે. લોકોને હવે રસ્તા પર વાહન લઇ ચાલવમાં પણ ભૂવો પડવાની બીક લાગી રહી છે. વડોદરાના રહેવાસીઓ હવે વડોદરાને સ્માર્ટ સિટીનહી પણ ભૂવા નગરી તરીકે ઓળખાવું જોઇએ તેમ આક્રોશ ઠાલવી રહ્યા છે. આ રસ્તાઓ પર જો કોઇ જાનહાની થશે તો કોણ જવાબદાર તે અંગેપાલિકાના અધિકારીઓ જણાવે તેમ પણ કેટલાક સ્થાનિકોએ ઉગ્ર રીતે રજૂઆત કરી હતી.
કેટલાક રહિશોએ ત્યા સુધી જણાવ્યું કે અમે રેગ્યુલર ટેકસ ચુકવીએ છીએ તો સુવિધા પણ એ રીતે મળવી જોઇએ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે તેની સામે કાર્યવાહી થવી જોઇએ. ચૂંટણી સમયે રોડ રસ્તાઓ સારા આપીશું તેવી ડાહી વાતો કરે છે અને જીત્યા પછી દેખાતા નથી નેતાઓ.