વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા કુવૈત, 43 વર્ષ બાદ ફરી બંને દેશ વચ્ચે ફ્રી ટ્રેડ થવાની સંભાવના

By: nationgujarat
21 Dec, 2024

PM Modi Kuwait Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈત પહોંચી ગયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ ઝબાર અલ સબાહના આમંત્રણ પર કુવૈત પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુવૈતની આગામી મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવા યુગની શરૂઆત કરશે. કુવૈત પહોંચ્યા બાદ આવતી કાલે રવિવારે (22 ડિસેમ્બર) તેઓ કુવૈતના અમીર, ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સાથે અલગ-અલગ બેઠકો કરશે. પછી એ જ દિવસે સાંજે તે વતન પરત ફરશે. આ દરમિયાન મોદી કુવૈતમાં ભારતીય સમુદાયના લોકો સાથે પણ મુલાકાત કરવાના છે. હાલમાં કુવૈતમાં 10 લાખ ભારતીયો રહે છે, જે ત્યાં રહેતા વિદેશી નાગરિકો પૈકી સૌથી વધુ છે. 43 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન કુવૈતની મુલાકાત લેવાના છે. 1990માં જ્યારે ઈરાકે કુવૈત પર હુમલો કર્યો ત્યારે ભારતે તેની ટીકા કરી ન હતી. જેના કારણે કુવૈત સાથેના સંબંધોમાં તણાવ વધી ગયો હતો અને લાંબા સમય સુધી બંને દેશો વચ્ચે રાજકીય વાર્તાલાપ ઠપ થઈ ગયો હતો.વિદેશ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું છે કે, વડાપ્રધાન મોદીની મુલાકાત દરમિયાન ઉર્જા, હાઈડ્રોકાર્બન અને વ્યાપારી સંબંધોને લગતા મુદ્દાઓ પર ચર્ચા થશે. સ્થાનિક ચલણમાં વેપાર કરવો એ પણ એક મોટો મુદ્દો હશે. પીએમ મોદીની આ મુલાકાત એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે, કુવૈત હવે કાઉન્સિલ ઓફ ગલ્ફ કન્ટ્રીઝનું અધ્યક્ષ બનવા જઈ રહ્યું છે. તેથી ભારત તેની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા ઇચ્છે છે.


Related Posts

Load more