રેસ્ક્યૂમાં ગયેલા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના, સીધું દરિયામાં પડ્યું, 3 ક્રુ મેમ્બર લાપતા

By: nationgujarat
03 Sep, 2024

Porbandar News : પોરબંદરમાં મધદરિયે જહાજના રેસ્ક્યૂમાં ગયેલા ભારતીય કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના બની છે. હેલિકોપ્ટર સીધું દરિયામાં પડ્યું. આ ઘટનામાં 3 ક્રુ મેમ્બર લાપતા છે. તો એકને બચાવી લેવાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય તટરક્ષક દળનું હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થવાની ઘટના બની. પોરબંદર નજીકના અરબી સમુદ્રમાં ગઈકાલે આ ઘટના બની હતી. કોઈ કારણોસર પાઈલટે સમુદ્રમાં લેંડિંગ કરવાની ફરજ પડી હતી. હરિલીલા નામની મોટરબોટનાં ખલાસીને બચાવવા આ હેલિકોપ્ટર ગયું હતું ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જવાન મળી આવ્યો છે, તો અન્ય 3 જવાનોની શોધખોળ ચાલુ છે. લાપતા જવાનોની શોધમાં કોસ્ટગાર્ડે 4 શિપ અને 2 એરક્રાફ્ટ તૈનાત કરાયા છે. હાલ સર્ચ ઓપરેશન યથાવત છે.

ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી કે, ALH હેલિકોપ્ટર પોરબંદર નજીક મોટર ટેન્કર હરી લીલામાંથી ઘાયલ ક્રુ મેમ્બરને બહાર કાઢવા માટે ગયું હતુ. હેલિકોપ્ટરને ઈમરજન્સી હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું અને દરિયામાં ખાબક્યું. એક ક્રૂ મેમ્બર સ્વસ્થ છે, બાકીના ત્રણ ક્રૂ મેમ્બરની શોધખોળ ચાલુ છે. ICG એ બચાવ પ્રયાસો માટે 04 જહાજો અને 02 એરક્રાફ્ટ તૈનાત કર્યા છે.


Related Posts

Load more