રૂપાલાને હવે યાદ આવ્યું રાજકોટ! અગ્નિકાંડના ત્રણ દિવસ બાદ પ્રકટ થયા

By: nationgujarat
28 May, 2024

ભાજપે જેમને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા તે પરસોત્તમ રૂપાલા રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ક્યાંય દેખાયા ન હતી. ત્રણ દિવસથી ગાયબ રહેલા પરસોત્તમ રૂપાલા આખરે રાજકોટમાં પ્રકટ થયા છે. મત માંગવા રૂપાલા આખું રાજકોટ ફેંદી વળ્યાં, સભાઓ કરી, રેલીઓ કાઢી, પરંતુ જ્યારે રાજકોટને જરૂર પડી ત્યારે જ રૂપાલા ગાયબ રહ્યાં હતા. ત્યારે લોકોના આક્રોશ અને વિરોધ બાદ આખરે ઘટનાના ત્રણ દિવસ બાદ રાજકોટ પહોંચ્યા છે. આખરે રૂપાલા ક્યાં ગાયબ હતા, તે રાજકોટની જનતા જાણવા માંગે છે. વિરોધ બાદ રૂપાલા પ્રથમ વખત રૂપાલા સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા છે. ત્યાં તેઓ પીડિત પરિવારને મળ્યા હતા. લોકો પૂછવા માંગે છે કે, ત્રણ દિવસ સુધી રૂપાલા સાહેબ ક્યાં હતા. ઝી 24 કલાકે સવાલ ઉઠાવ્યો હતો કે, રાજકોટમા પ્રજાના પ્રતિનિધિ ક્યાં છે, તેના બાદ આખરે ગાયબ રૂપાલા રાજકોટમાં પહોંચ્યા છે. નવા પોલીસ કમિશનર બ્રેજસ ઝા, કલેક્ટર પ્રભવ જોશી, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ રૂપાલા સાથે હોસ્પિટલ ખાતે જોવા મળ્યાં.

ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કલેકટર પ્રભવ જોશી તેમજ રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા સાથે સિવિલ હોસ્પિટલની મુલાકાત કરી હતી. ત્યારે હોસ્પિટલમાં પીડિતોના પરિવારજનોએ રૂપાલાને ઘેર્યા હતા. મુલાકાત કર્યા બાદ પરસોત્તમ રૂપાલા મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં ઝી ૨૪ કલાકે પૂછેલા સવાલથી પરસોતમ રૂપાલા મૂંઝાયા હતા. પોતાના ગાયબ હોવા અંગે રૂપાલાએ કહ્યું કે, હું પીએમ રૂમ ખાતે હવે આવ્યો છું, પરંતુ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતો. વિવાદ ઊભો ન થાય તે માટે હું સિવિલ આવ્યો ન હતો. લોકોને અગવડતા પડી રહી છે તે હું સમજુ છું. એટલા મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે અંગે જાણકારી મેળવવા આવ્યો છું. અત્યાર સુધીમાં 17 મૃતકોના ડીએનએ સેમ્પલ તેમના પરિજનો સાથે મેચ થયા છે. 27 ડેથ બોડી સ્થળ પરથી મળી આવી છે. 27 પૈકી 17ના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે. ગેમ ઝોન ખાતે કરવામાં આવેલ બાંધકામ ગેરકાયદે હતું. ખુદ મુખ્યમંત્રી સમગ્ર મામલે રસ દાખવીને કામગીરી પર ધ્યાન આપી રહ્યા છે. સસ્પેન્સન માત્ર કામગીરીનો એક ભાગ છે. સીટ દ્વારા કરવામાં આવી રહેલ તપાસના નક્કર પરિણામો આવવાના બાકી છે. લોકોની લાગણીને અનુરૂપ એક્શન આવે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવશે.

આમ, પરસોતમ રૂપાલાએ પીએમ રૂમ ખાતે મુલાકાત લેતા પીડિત પરિવારજનોએ ઉધડો લીધો હતો. લોકોએ કહ્યું તમે મીડિયામાં ફોટા પડાવવા આવો છો. તો આ ઘટનામાં ભાજપના પેજ પ્રમુખો ક્યાં ગાયબ થઈ ગયા તેવા સવાલો પણ તેમણે કર્યા હતા. 54 કલાક બાદ રૂપાલા પ્રકટ કર્યા, પોતાનો બચાવ કર્યો
54 કલાક બાદ સિવિલ હોસ્પિટલ આવેલા રૂપાલાએ પોતાનો બચાવ કરતા કે, હુ તો હતો જ, પડદાની પાછળ કરતો હતો.  હું બીજે દિવસે સવારે 8 વાગ્યાથી અહીંયા જ છું. હુ તંત્ર સાથે સંકળાયેલો હતો, હું આ ઘટના સાથે જોડાયેલો હતો. તમામ બાબતોનું કો-ઓર્ડિનેશન સારી રીતે ચાલે તે જોતો હતો. જે પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં ધ્યાન આપતો હતો. આમાં દાખલો બેસાડીને અવશ્ય કાર્યવાહી કરવી જોઈએ, સસ્પેન્શન પણ કાર્યવાહીનો એક ભાગ છે.


Related Posts

Load more