અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ભારતીય ટીમ હારી ગઈ હતી. આ હાર ક્રિકેટ ચાહકો માટે હૃદયદ્રાવક હતી. આ સિવાય આ મેચ હવે અન્ય કારણોસર પણ યાદ કરવામાં આવશે. સુત્રના જણાવ્યા પ્રમાણે ભારતીય મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડની આ છેલ્લી મેચ હતી. દ્રવિડને 2021 T20 વર્લ્ડ કપ બાદ મુખ્ય કોચની જવાબદારી મળી હતી. વર્લ્ડ કપ સાથે તેનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે.
BCCIના અનેક સૂત્રોએ પુષ્ટિ કરી છે કે રાહુલ દ્રવિડ ભારતીય ટીમના મુખ્ય કોચ બનવા માંગતા નથી. તેણે આ અંગે બીસીસીઆઈને પણ જાણ કરી છે. ભારતીય ટીમમાં દ્રવિડનું સ્થાન તેના ભૂતપૂર્વ બેટિંગ પાર્ટનર અને નજીકના મિત્ર વીવીએસ લક્ષ્મણને મળવાની શકયતા છે. NCA હેડ લક્ષ્મણ ઓસ્ટ્રેલિયા સામે શરૂ થઈ રહેલી 5 મેચની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની ભૂમિકા ભજવી રહ્યા છે. આ પહેલા તે દ્રવિડની ગેરહાજરીમાં અનેક પ્રસંગોએ મુખ્ય કોચની ભૂમિકા નિભાવી ચૂક્યો છે.
સૂત્રના જણાવ્યા અનુસાર , ‘લક્ષ્મણે આ કામ માટે ઉત્સુકતા વ્યકત કરી છે. વર્લ્ડ કપ દરમિયાન લક્ષ્મણ આ અંગે બીસીસીઆઈના ટોચના અધિકારીઓને મળવા અમદાવાદ પહોંચ્યા હતા. ટીમ ઈન્ડિયાના કોચ તરીકે તેમને લાંબો કોન્ટ્રાક્ટ મળે તેવી શક્યતા છે. આવતા મહિને દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ નિયમિત મુખ્ય કોચ તરીકેનો તેમનો પ્રથમ પ્રવાસ હોઈ શકે છે.
સૂત્રના જણાવ્યા અનુસાર, રાહુલ દ્રવિડે બીસીસીઆઈને કહ્યું છે કે તેને વર્લ્ડ કપ પછી ફુલ ટાઈમ કોચ તરીકે જવાબદારી નહી સંભાળે. તેણે લગભગ 20 વર્ષ સુધી એક ખેલાડી તરીકે ભારતીય ટીમ સાથે પ્રવાસ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી તે ફરીથી આવું કરી રહ્યો છે પરંતુ હવે તે આગળ કરવા માંગતો નથી.
તો હવે જોવાનું કે રાહુલ દ્રવિડની જગ્યાએ કોણ ટીમ ઇન્ડિયાનો હેડ કોચ બનશે તમારા મતે લક્ષમણ અંગે કમેન્ટ ચોક્કસ કરજો.