પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે સુરાણી વાડીમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં 17- ચાણસ્મા વિધાનસભાનું બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માએ ભાજપે કરેલા વિકાસના કાર્યો અને કોગ્રેસને આડે હાથે લઇ આવનાચ ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા આહવાહન કર્યુ.
જગદીશભાઇ વિશ્વકર્માજીએ સંબોધન કરતા જણાવ્યું કે, પાટણનો ઇતિહાસ ખૂબ જૂનો છે,પાટણીની ધરતી પવિત્ર અને ઐતિહાસિક ધરતી છે. રાજય તેમજ દેશભરમાં આજે પણ રૂપિયા મુકવા તિજોરી તો ચાણસ્માની જ વખણાય છે આજે પણ ચાણસ્મા જેવો કારિગર દુનિયાભરમાં નથી. વર્ષો સુધી ચાણસ્મા ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ચાણસ્માનું એક આગવું સ્થાન રહ્યુ છે. છેલ્લા બે દાયકામાં આ વિસ્તારમાં ખૂબ વિકાસના કાર્યો થયા છે. અંહી બેઠલા તમામ લોકોએ વિકાસના કાર્યો જોયા છે. ચાણસ્મા આવ્યો ત્યારે મણિપુરમાં બુથ પ્રમુખ ઇશ્વરજી ઠાકોરના ઘરે જવાનું થયુ ત્યા ઠાકોર સમાજના ઘણા આગેવાનો ઉપસ્થિત હતા. ત્યા જણાવા મળ્યું કે, પાણીના સ્તર ખૂબ ઊંડા છે અને દેશના વડાપ્રધાનશ્રી મોદીનો તેમજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલનો આભાર માન્યો કે, અમારી તકલીફમાં જોડે ઉભા રહ્યા.આજે નર્મદાથી લઇ કચ્છ સુધી પાણી પહોંચાડ્યુ છે આ કાર્યોનો શ્રેય આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને જાય છે.
વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, આજે અંહી મોટી સંખ્યામાં વડિલો ઉપસ્થિત છે, ચાણસ્માને નાનાથી મોટુ થતુ જોયુ છે, એક સમય આવ્યો કે ચાણસ્મામાં વસ્તી પાણી વગર માઇગ્રેટ થતી હતી અને ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શાસન સંભાળ્યું ત્યારે વડાપ્રધાન બનતા કોંગ્રેસે વર્ષો સુધી વચનો આપ્યા હતા, કોંગ્રેસે આપણી નર્મદા ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી નોહતી આપી તેના કારણે લાખો ગેલન લિટર પાણી દરિયામાં વહી જતું હતું. વડાપ્રધાન બનતાની સાથે માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવર પર દરવાજા લગાવવાની મંજુરી આપી, આનંદીબેન પટેલ જ્યારે મુખ્યમંત્રી હતા ક્યારે દરવાજા લગાવવાની શરૂઆત થઇ અને જે લાખો લિટર ગેલન પાણી દરિયામાં વહી જતુ હતું તે આજે તમારા ખેતરમાં પહોંચ્યું છે તેનો શ્રેય આપણા વડાપ્રધાનશ્રી મોદીને જાય છે. અતિવૃષ્ટી સમયે આ ગામડામાં ગયા ત્યારે સમિ-સાંતલપુરના બધા ખેડૂતોને મળવાની તક મળી ત્યારે તેમણે મોદીજીનો, મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યુ કે અમે સિઝનમાં પહેલા એક પાક લેતા હતા અને આજે બે થી વધુ પાકો લેતા થઇ ગયા. આજે પશુપાલક,ખેડૂત સુખી થયા છે. આજે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે ત્યારે તેમનો પાક વહેચવાની જવાબદારી આપણા વડાપ્રધાન મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાહેબે અમુલને સોપી. દેશના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબ સહકારી મંત્રી બનતાની સાથે 22 કરતા વધુ એક્ટીવીટ શરૂ થઇ. સેવસહાકારી મંડળીમાં આજે પેટ્રોલપંપ ખોલી શકો, ગેસના બાટલા વહેચી શકો, રાહુલ ગાંઘી ગમે તેટલી બુમો પાડે, સંસદ બહાર દેખાવો કરે, રાહુલ ગાંઘી તમે ચિંતા ન કરતા, ગુજરાતના મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન મોદી એક પણ ગુજરાતીને ત્યાં ગેસનો બાટલો ખુટવા નહી દે. આજે ખેડૂતોની આવક બમણી થઇ છે.
વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાન મોદીએ કહ્યુ હતું કે,મારા ખેડૂતોની આવક બમણી કરીશ અને સાચા આર્થમાં ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં મોદી સરકાર કામ કરી રહી છે. બુથનો કાર્યકર્તા રાત દિવસ તડકો છાયો જોયા વગર ચૂંટણી આવે ત્યારે જ કામે કરે તેમ નહી, તમારા ઘારાસભ્ય વિઘાનસભામાં તમારા માટે કોઇ પ્રશ્ન પુછતા મે જોયા નથી. હાલના તમારા કોંગ્રેસના ઘારાસભ્ય કોઇ દિવસ આવે તો પછજો આમારા પ્રશ્નો પુછ્યા તેની સામે આપણા લવિંગજી પુછતા હોય. આ વખતે મને ભરોસો છે કે ચાણસ્માની પ્રજા, કાર્યકર્તાઓ આ વખતે તાલુકાપંચાયત,જિલ્લા પંચયાત આવશે એટલે તેનો જડબા તોડ જવાબ આપશે. ભાજપના વિકાસના કાર્યો યાદી જણાવતા જણાવ્યું કે, સરદાર સરોવરથી લઇ કચ્છ સુધી પાણી પહોંચાડ્યુ, પિવાના પાણીની લાઇનો નાખી,સોસાયટીના રોડ-રસ્તા,સ્ટ્રીટ લાઇટ, અંડર ગ્રાઉન્ડ કેબલ, ગટર લાઇન, ફોરલાઇન રોડ,સ્કુલમાં સુધારા,પાણીની ટાંકીઓ બનાવી, 11 મોડલ સ્કુલ બનાવી, ગામેડ ગામે રસ્તા,સમી શંખેશ્વરમાં નવીન બ્રિજનું કામ કોણે કર્યુ. લોકેશ્વર મહાદેવને પ્રવાસન નિગમ થકી વિકાસનું કામ કર્યુ,બીજી નવી 25 સ્કુલોને મંજુરી આપી, તો કોંગ્રેસના મિત્રોને પુછજો કે તમે શું કર્યો. આવનાર દિવસોમાં આપણને અફસોસ ન રહી જાય તેની ચિંતા આપણે કરવાની છે. કોંગ્રેસના મિત્રોને પુછજો કે 60 વર્ષ રાજ કર્યુ ત્યારે અમારી માતા-બહેનો તમને યાદ ન આવી, ઘરે ઘરે શૌચાલય અમે બનાવ્યા, ખેડૂતોને કિસાન સન્માનનીધી ભાજપે આપી, ઘરનું ઘર આપ્યુ, પાકા ઘર બનાવી આપ્યા, મફત અનાજ આપ્યુ, કોંગ્રેસના રાજમાં પાણી લેવા બહાર જવુ પડતું, સંસદ બહાર ગેસના બાટલા થઇ રહ્યા તેમ બુમો પાડે છે તો નહેરુ ગાંઘી,ઇન્દિરા ગાંઘી ને ગેસના બાટલા આપવાનો વિચાર કેમ નોહતો આવ્યો. બાટાલ માટે મોદી સાહેબ ચિંતા કરશે કોંગ્રેસ ન કરે, ગુજરાત અને દેશની પ્રજાની ચિંતા મોદી સરકાર કરે છે.
વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્યું કે, દેશના લોકોના બેંક એકાઉન્ટ ખોલવાની શરૂઆત સરકારે કરી ત્યારે કોંગ્રેસના ભુતપુર્વ નાણામંત્રી કહેતા કે, ગામાડાના લોકોને મોબાઇલ ન આવડે, બેંકમાં એકાઉન્ટ ન હોય પરંતુ આજે દેશમાં એક વ્યક્તિ એવી નથી કે જેની પાસે બેંકમાં એકાઉન્ટ ન હોય.રાજીવ ગાંઘી કહેતા કે 1 રૂપિયા મોકલુ છું તો 15 પૈસા જનતા પાસે પહોંચે છે અને મોદીજીએ યોજનાના લાભાર્થીઓને ખાતામાં સિધા રૂપિયા જમા થાય તેવુ આયોજન કર્યુ છે. આજે ભાજપમાં મોટા પાયે ભરતી જોવા મળે, દેશની અંદર બઘામાં ભાજપમાં જોડાવાનો સવાલ મને કર્યો તો હવે તેમના નેતાને તેમની પાર્ટી પર વિશ્વાસ રહ્યો નથી. કોંગ્રેસના નેતાઓ આજે આંખે પાટા બાંઘી ફરી રહ્યા છે તેમની પાસે વિઝન નથી અને વિઝનરી નેતા નથી. અત્યારે કોંગ્રેસના પ્રમુખ રેલીઓ કાઠે છે, તેમની જિલ્લાની રેલીમાં પણ આટલી ખુરશીઓ નથી હોતી.કોંગ્રેસના નેતા નિકળે તો આખા જિલ્લામાં આટલી ખુરશી નથી હોતી અને આટલી ખુરશી ચાણસ્માના વિભાનસભાના કાર્યકર્તાએ ભરી છે. તેમને પુછજો કે કોંગ્રેસ કરે છે શું તે પછી વિઘાનસભા હોય કે દેશનુ સંસદ હોય. માત્ર વિરોધ કરવાનું કામ વિકાસના કામની જગ્યાએ વિરોધ કરવાનું કામ કોંગ્રેસ કરે છે. કોંગ્રેસે 60-60 વર્ષ સુધી વાયદા કર્યા અને વાયદાથી આખી સરકાર ચલાવી. આજે કોંગ્રેસના નેતા પાસે વિઝન નથી, આજે મોદી સાહેબના કારણે ગુજરાત દેશ નહી વિશ્વમાં ડંકો વાગે છે. દેશમાં અત્યારસુધીમાં વિદેશની ધરતી પર સૌથી વધુ સન્માન થયુ હોય તો તે આપણા નરેન્દ્રભાઇ મોદીનું થયું છે. દેશની 140 કરોડ જનતાને કોંગ્રેસ પર વિશ્વાસ નથી, વિશ્વાસ છે તો મોદી સરકાર પર. આખે પાટા બાંઘેલા ધુટરાષ્ટ્ર જેવી સ્થિતિ આજે કોંગ્રેસની છે તેના કારણે આગામી દિવસોમાં કોંગ્રેસ દિવસે દિવસે કહે છે કે તમારામાં જોડાવું છે. પંચાયતથી સંસદ સુધી આજે ભાજપની સરકાર છે તેનુ એક માત્ર કારણ વિકાસની રાજનીતી છે, વિકાસની રાજનીતી દેશના વડાપ્રધાન મોદીજીએ આપણને આપી છે. ભલે અંહીની પ્રજાએ કોંગ્રેસને મત આપ્યા,બટન ભુલથી દબાઇ ગયુ હશે,ભરમાઇ ગયા હશે તેમ સમજી લઇએ પરંતુ આ વખતે તમારીપાસે મોકો છે, આગામી દિવસોમાં ચૂંટણી આવી રહી છે ત્યારે તમારે ચોકીદાર થઇ ઉભા રહેવાનું છે કે ચાણસ્મામાં કોઇ અજાણ્યો વયક્તિ તમને ભરમાઇ ન જાય,તાલુકા,જિલ્લા અને નગર પંચાયતની ચૂંટણીમાં ચિતા તમારે કરવાની છે. મને મારા બુથના કાર્યકર્તા પર ભરસો છે કે આપણા કાર્યકર્તા આપણો જિલ્લો,તાલુકો,વિઘાનસભા મજબૂત કરવા ચૂંટણીમાં ભગવો લહેરાવાની જવાબદારી આપણા સૌની છે. કોંગ્રેસ પાસે રાહુલ ગાંઘી આવે તો પણ આખા રાજ્યમાં 10 હજાર કાર્યકર્તા ભેગા થાય તેમ નથી.એક એક ભાજપનો કાર્યકર્તા એકે હજારો છે.