Related Posts
રાજસ્થાનમાં ચાલી રહેલા વિધાનસભા મતદાનને લઈને મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું છે કે તેમને લોકોના આશીર્વાદ, પ્રેમ અને વિશ્વાસ મળ્યો છે. અમે ચૂંટણી જીતીશું અને રાજ્યમાં ફરી કોંગ્રેસની સરકાર બનશે.રાજસ્થાનમાં સાંજે 5 વાગ્યા સુધી 68.24 ટકા મતદાન,
રાજસ્થાનમાં વિધાનસભાની 200 બેઠકો છે, પરંતુ માત્ર 199 બેઠકો પર જ મતદાન થઈ રહ્યું છે. એક બેઠક માટે મતદાન મોકૂફ રાખવામાં આવ્યું છે. શ્રી ગંગાનગરની કરણપુર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય ગુરમીત સિંહ કુનારના નિધનને કારણે આ વિસ્તારની ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આ એક બેઠક પર મતદાન થઈ શકશે નહીં. શહેરી વિસ્તારોમાં કુલ 10,501 મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં 41,006 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે.