યુપીમાં 80માંથી 80 સીટો જીતી જાઉં તો પણ EVM પર વિશ્વાસ નથી- અખિલેશે

By: nationgujarat
02 Jul, 2024

સંસદ સત્રના સાતમા દિવસે લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન અખિલેશ યાદવે લોકસભામાં સરકાર શાયરના અંદાજમાં હુમલો કરતાં કહ્યું કે ‘હજૂર-એ-આલા આજ તક ખામોશ બૈઠે હૈ ઇસી ગમ મેં, મહફિલ લૂટ લે ગયા કોઇ જબકી સજાઇ હમને’. તેમણે કહ્યું કે જ્યારે આદર્શ આચાર સંહિતા લાગૂ થઇ, અમે જોયું કે ચૂંટણી પંચ કેટલાક લોકો પર મહેરબાન રહ્યું.

તે (ચૂંટણી પંચ) સંસ્થા નિષ્પક્ષ હશે તો ભારતનું લોકતંત્ર મજબૂત થશે. તેમણે કહ્યું કે ઇવીએમ પર મને આજે પણ વિશ્વાસ નથી. 80 માંથી 80 સીટો જીતી જાઉં તો પણ વિશ્વાસ નહી થાય. અમે ચૂંટણીમાં પણ કહ્યું હતું કે ઇવીએમથી જીતીને ઇવીએમ હટાવીશું.  સમાજવાદી પાર્ટીને ઈવીએમ પર કોઈ ભરોસો નથી. સમાજવાદી પાર્ટી જ્યાં સુધી ઈવીએમ નહીં હટે ત્યાં સુધી પ્રયાસો કરતી રહેશે.

લોકસભામાં ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે આ ચુંટણીમાં સાંપ્રદાયિક રાજકારણની હાર થઇ છે. સરકાર કહે છે કે પાંચમી અર્થવ્યવસ્થા બની ગઇ છે, પરંતુ સરકાર કેમ છુપાવે છે કે પ્રતિ વ્યક્તિ આવક કયા સ્થાન પર પહોંચી ગઇ છે. આપણે હંગર ઇંડેક્સમાં ક્યાં છીએ.

તેમણે ટોણો મારતાં કહ્યું કે તમામ સમજદાર અને બુદ્ધિમાન મતદારોને ધન્યવાદ પાઠવું છું. અખિલેશે કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે હારેલી સરકાર બિરાજમાન છે. જનતા કહી રહી છે કે ચાલશે નહી, સરકાર તૂટી પડશે.

અખિલેશે ઓલ્ડ પેંશન સ્કીમનો ઉલ્લેખ કરતાં રાષ્ટ્રપતિના અભિભાષણમાં ન હોવનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વણકરો માટે જૂની સરકારોની યોજનાઓ બંધ કરી દીધી છે. તેમણે કહ્યું કે આ સરકારે યુવાનોને નોકરી આપી નથી. તેમની પાસેથી ઘણી નોકરીઓ છિનવી લીધી છે. એટલા માટે કહીશ કે તમારા રાજમાં ના તો નોકરી આશા છે ના તો રોજગારની. કારણ કે તમે નાના બિઝનેસને એટલો નાનો કરી દીધો છે કે તે ના તો રોજગા આપી શકે, ના તો રોજગાર ચલાવી શકે. કેટલીક નોકરીઓ આવે છે તો ઇંટીગ્રિટીના નામે સાથીઓને રાખવામાં આવે છે.

અનામતની સાથે જેટલો અન્યાય આ સરકારે કર્યો છે, એટલો બીજી કોઇ સરકારે કર્યો નહી હોય. જાણી જોઇને નોકરી આપવામાં આવતી નથી કારણ કે અનામત આપવી પડે. આશા છે કે સરકાર ત્યાં સુધી ચાલશે, જ્યાં સુધી તેના કેન્દ્રમાં ગરીબ, મહિલા, ખેડૂતો, યુવાનો માટે પેપર પર નહી, ખરેખર વ્યવસ્થા કરવામાં આવશે. અમને આશા છે કે આગામી વખતે રાષ્ટ્રપતિનું અભિભાષણ હોય, સરકારી ભાષણ નહી. સત્યતા સાથે સરકાર પોતાની વાતો રજૂ કરે.

જેને દત્તક લેવામાં આવે છે, તેને અનાથ છોડી દેવા સારી વાત નથી

અખિલેશ યાદવે કહ્યું કે જે ઉત્તર પ્રદેશ ભાજપની સરકાર બનાવી, તે યુપી સાથે ભેદભાવ કરવામાં આવ્યો. તેમણે એક્સપ્રેસ વેને લઇને સરકારને ઘરી અને કહ્યું કે જે પણ એક્સપ્રેસ વે બન્યા છે, તે યુપીના બજેટમાંથી બન્યા છે. કેન્દ્રએ એક પણ એક્સપ્રે વે આપ્યા નથી. પીએમએ જે ગામને દત્તક લીધું હતું, તેની તસવીર બદલાઇ નથી. 10 વર્ષમાં એ જ કાચાં ઝૂંપડા અને તૂટેલા રોડ છે. તેમને નામ પણ યાદ છે કે નહી. નામ પૂછીને શરમમાં મૂકીશ નહી. જેને દત્તક લેવામાં આવે છે, તેને અનાથ છોડી દેવું સારી વાત નથી


Related Posts

Load more