Related Posts
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે યુક્રેનની મુલાકાત લીધી હતી. પીએમ મોદીને મળ્યા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આજતક સાથે વાત કરતા કહ્યું કે, ‘અમે ઈચ્છીએ છીએ કે ભારત યુદ્ધનો અંત લાવવા અમારી પડખે આવે અને કોઈ સંતુલિત પગલું ન ભરે.’ તેમણે કહ્યું, ‘જો ભારત રશિયન તેલ નહીં ખરીદે તો તે રશિયન યુદ્ધનો અંત લાવશે.’
ઝેલેન્સકીએ પીએમ મોદીની મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી. તેણે કહ્યું કે તે જલ્દી ભારત આવવા માંગે છે. ભારતના લોકો અને પીએમ મોદી સુધી પહોંચવા માંગે છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું, ‘જો ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે તો તે રશિયાનું યુદ્ધ ખતમ કરી દેશે.’