મિસ યુનિવર્સ 2025નો ફિનાલે ચાલી રહ્યો છે, ભારતની મનિકા વિશ્વકર્મા ટોપ 12 રાઉન્ડમાં બહાર થઈ ગઈ છે. ફાઇનલિસ્ટમાં ચિલી, કોલંબિયા, ક્યુબા, ગ્વાડેલુપ, મેક્સિકો, પ્યુઅર્ટો રિકો, વેનેઝુએલા, ચીન, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, માલ્ટા અને કોટ ડી’આઇવોરનો સમાવેશ થાય છે. આ વર્ષે, ભારતની બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ, જજની પેનલમાં સામેલ હતી. ભારતનું ચોથા ટાઈટલનું સપનું અધૂરું રહી ગયું છે. આ પહેલા, સુષ્મિતા સેને 1994માં, લારા દત્તાએ 2000માં અને હરનાઝ સંધુએ 2021માં આ ખિતાબ જીત્યો હતો.
ચિલી- ઈના મોલ
કોલંબિયા- વનેસા પુલ્ગારિન
કોટ દી’વોઆર- ઓલિવિયા યાસે
ચીન- ઝાઓ ના
ક્યૂબા- લીના લુઆસેસ
ગ્લાડેલૂપ- ઓફેલી મેઝિનો
માલ્ટા- જૂલિયા ક્લુએટ
મેક્સિકો- ફાતિમા બોશ
ફિલિપાઇન્સ – એતિસા મનાલો
પ્યુઅર્ટો રિકો – જૈશલી એલિસિયા
થાઈલેન્ડ – પ્રવીનર સિંહ
વેનેઝુએલા – સ્ટેફની અબસાલી
મિસ યુનિવર્સ 2025 માટે ટોપ-12 સ્પર્ધકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ભારતની મનિકા વિશ્વકર્માનું નામ બહાર થઈ ગયું છે.
ટોપ-12 સ્પર્ધકોમાં કોલંબિયા, ક્યુબા, ચિલી, ગ્વાડેલુપ, મેક્સિકો, પ્યુઅર્ટો રિકો, વેનેઝુએલા, ચીન, ફિલિપાઇન્સ, થાઈલેન્ડ, માલ્ટા અને કોટ ડી’આઈવોરનો સમાવેશ થાય છે.
વિવાદ 1: થાઈ પોલીસે સટ્ટાબાજીની એપ્લિકેશનનો પ્રચાર કરતા વ્યવસાય પર દરોડા પાડ્યા 3 નવેમ્બરના રોજ, થાઈ પોલીસે તે હોટલમાં તપાસ હાથ ધરી હતી જ્યાં સ્પર્ધા સાથે સંકળાયેલા બધા સ્પર્ધકો રોકાયા છે. પોલીસને ફરિયાદ મળી હતી કે થાઈલેન્ડમાં સટ્ટાબાજી ગેરકાયદેસર હોવા છતાં, સ્પર્ધકોને ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન માટે પ્રમોશનલ વીડિયો રેકોર્ડ કરવા માટે બનાવવામાં આવી રહ્યા હતા. ફરિયાદ બાદ, પોલીસ તપાસમાં સટ્ટાબાજી એપ્લિકેશન માટે પ્રમોશનલ પોસ્ટર્સ મળી આવ્યા. આ કેસમાં, મિસ યુનિવર્સ થાઈલેન્ડના ડિરેક્ટર નવાટ ઈત્સારાગ્રીસિલ અને મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશનના કો-ફાઉન્ડર રાઉલ રોચાને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
નવાતે સ્પષ્ટતા કરી કે તેમની ટીમનો આ પ્રવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી. આ એપ મિસ યુનિવર્સ ઓર્ગેનાઇઝેશનના પ્રાયોજકોમાંની એક છે. આ મામલો હાલમાં તપાસ હેઠળ છે.
વિવાદ 2: મિસ યુનિવર્સ થાઈલેન્ડના ડિરેક્ટરે મિસ મેક્સિકો સાથે ગેરવર્તન કર્યું 4 નવેમ્બર, 2025ના રોજ સૅશ સેરેમની દરમિયાન, મિસ યુનિવર્સ થાઈલેન્ડના ડિરેક્ટર નવાત ઈત્સારાગ્રીસિલે મિસ મેક્સિકો, ફાતિમા બોશને પ્રમોશનલ કાર્યક્રમોમાં ભાગ ન લેવા બદલ મૂર્ખ ગણાવી. જ્યારે મિસ મેક્સિકોએ વિરોધ કર્યો, ત્યારે નવાતે સુરક્ષાને બોલાવીને તેમને હોલમાંથી બહાર કાઢવાનો આદેશ આપ્યો. આ જોઈને, હાજર બધા સ્પર્ધકો સમારંભ છોડીને જવા લાગ્યા.
આ સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો, જેમાં સ્પર્ધામાં સ્પર્ધકો સાથે થયેલા દુર્વ્યવહાર અંગે પ્રશ્નો ઊભા થયા હતા. વધતા વિવાદ બાદ, મિસ યુનિવર્સના કો-ફાઉન્ડર રાઉલ રોચાએ નવાટના કાર્યોની આકરી ટીકા કરતો એક વીડિયો બહાર પાડ્યો હતો અને સમારોહ અટકાવવાનો આદેશ આપ્યો હતો. તેમણે નવાતને સત્તાવાર પ્રવૃત્તિઓમાંથી બાકાત રાખવાની પણ જાહેરાત કરી હતી. આ વિવાદ બાદ, નવાતે સ્વાગત સમારોહ દરમિયાન તમામ સ્પર્ધકોની સત્તાવાર રીતે માફી માગી હતી.
વિવાદ 3: થાઇલેન્ડમાં ડિનર રદ કરાયું મિસ યુનિવર્સ થાઈલેન્ડ ટીમે એક ખાસ ડિનર અને ટોક શોની જાહેરાત કરી હતી. જોકે, મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશનનો દાવો હતો કે આ તેમની મંજૂરી વિના કરવામાં આવી રહ્યું છે અને તે તેમના અધિકારોનું ઉલ્લંઘન છે. મિસ યુનિવર્સ થાઈલેન્ડ ટીમે જવાબ આપ્યો કે આ કાર્યક્રમ યજમાન દેશ (થાઈલેન્ડ)ના અધિકારો હેઠળ યોજાઈ રહ્યો છે, બધું નિયમો અનુસાર થયું છે, અને જો જરૂરી હોય તો કાનૂની કાર્યવાહી કરવા માટે તેમણે વકીલોની સલાહ લીધી છે. જોકે, વિવાદ વધતાં, 6 નવેમ્બરના રોજ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
વિવાદ 4: ફિનાલે પહેલા, ત્રણ જજે રાજીનામું આપી દીધું ફ્રેન્ચ-લેબનીઝ પિયાનોવાદક અને મ્યુઝિશિયન ઓમર હાર્ફૌશ આઠ સભ્યોની નિર્ણાયક પેનલનો ભાગ હતા. તેમણે ફિનાલેના ત્રણ દિવસ પહેલા જ રાજીનામું આપ્યું. તેમણે દાવો કર્યો હતો કે ફાઇનલના બે દિવસ પહેલાં 136 સ્પર્ધકમાંથી 30 સ્પર્ધકોને પ્રી-સિલેક્ટ કરવા માટે એક ગુપ્ત મતદાન યોજવામાં આવ્યું હતું. આ મતદાન એવી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેઓ જ્યુરીના સત્તાવાર સભ્યો નથી, જેમાં મારો પણ સમાવેશ થાય છે. આજ સુધી પસંદ કરાયેલા 30 સ્પર્ધક કોણ છે એ કોઈ જાણતું નથી, સિવાય કે એક વ્યક્તિ, જે પરિણામો ધરાવે છે. જે વ્યક્તિ પાસે મતદાનનાં ગુપ્ત પરિણામો છે તે વ્યક્તિ મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેનારા કોઈ એક દેશની સ્પર્ધા આયોજક સંસ્થા સાથે જોડાયેલી છે, જે સ્પષ્ટ પક્ષપાત દર્શાવે છે.
ફ્રેન્ચ ફૂટબોલ મેનેજર ક્લાઉડ મેકલેલે અને ઇટાલિયન પ્રિન્સેસ કેમિલે પણ ‘વ્યક્તિગત કારણો’ ટાંકીને જ્યુરીમાંથી ખસી ગયા હતા. આ રાજીનામા બાદ, સંસ્થાએ જ્યુરી પેનલમાં ફેરફારો કર્યા છે.