મારા અને શુભમન ગિલ વચ્ચે એવું કશું નથી: બોલિવૂડ અભિનેત્રીએ ડેટિંગની વાતો પર તોડ્યું મૌન

By: nationgujarat
29 Sep, 2024

બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડે પોતાની એક્ટિંગની સાથે સાથે પર્સનલ લાઈફના કારણે પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા જ અનન્યા અને આદિત્ય રોય કપૂરના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ અનંતના લગ્નમાં તેનો હાર્દિક પંડ્યા સાથે ડાન્સનો વીડિયો વાયરલ થતા તેનું નામ હાર્દિક પંડ્યા સાથે પણ જોડવામાં આવી રહ્યું હતું. હવે તાજેતરમાં અભિનેત્રીનું નામ ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડવામાં આવી રહ્યું છે.આ બાબતે અભિનેત્રી તેના અને શુભમન ગિલના સંબંધોને લઈને મોટો ખુલાસો કર્યો હતો.

શુભમન ગિલને ડેટ કરી રહી છે અનન્યા?

અભિનેત્રીએ હાલમાં જ તેના સને શુભમન ગિલના સંબંધોને લઈને ચુપી તોડી છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રીને એક ફેન દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, ‘વિરાટ અને અનુષ્કાએ એક એડના શુટિંગ દરમિયાન મળ્યા અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધા. તો એવી જ રીતે તમે અને શુભમન ગિલ પણ એક એડ શૂટમાં મળ્યા, તો શું ભવિષ્યમાં તમને અને શુભમનને આ રીતે સાથે જોઈ શકાશે?’


Related Posts

Load more