નવી દિલ્હી, તા.2
સુપ્રિમ કોર્ટે આર્થિક રીતે નબળા દલિત સ્ટુડન્ટને આઇઆઇટીમાં પ્રવેશ આપવાનો નિર્દેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડે આઇઆઇટી ધનબાદમાં બી.ટેકના ઇલેટ્રીક્લ એન્જિનીયરીંગ કોર્ષમાં સ્ટુડન્ટને પ્રદેશ આપવાનો હુકમ કર્યો છે.
યુપીના મુઝફફરનગર જિલ્લાના અતુલકુમાર (ઉ.વ. 18)ના પેરેન્ટ્સ 24 જુન પહેલા ફી 27,500 રુપિયા જમા કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે અમે એ બાબતની મંજુરી ન આપી શકીએ કે એક યુવા ટેલેન્ટને પૈસાના કારણે બહાર કરી દેવામાં આવે.
સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે અરજદાર જેવો પ3તિભાશાળી છાત્ર વંચિત સમૂહમાંથી આવે છે, તેને પ્રવેશ આપવાથી વંચિત નથી કરી શકાતા લોગ-ઇન ડિટેલ્સથી ખબર પડે છે કે છાત્રે પોર્ટલ પર લોગ-ઇન કરવામાં ઘણી મહેનત કરી હતી. તેની પાસે ફી ભરવાના પૈસા પૈધા નહોતા એટલે તેને પ્રવેશ ન આપવાનું કોઇ મજબૂત કારણ નથી. અમારું માનવું છે કે પ્રતિભાવાન છાત્રને નિરાશ ન કરવા જોઇએ.
સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે તેને તે બેચમાં જ પ્રવેશ આપવામાં આવે તેના માટે એક વધારાની સીટની વ્યવસ્થા કરવામાં આવે. આ પ્રક્રિયામાં મોજૂદ અન્ય છાત્રોને પરેશાની ન ઉટાવવી પડે. સુનાવણી પુરી કર્યા બાદ સીજેઆઇએ છાત્રને શુભકામના પાઠવી હતી. અરજદાર છાત્ર અતુલે કહ્યું હતું કે મારું જીવન હવે પાટા પર આવી ગયું.