મહાદેવ એપના માલિકની દુબઈમાં ધરપકડ, ટૂંક સમયમાં ભારત લાવવામાં આવશે

By: nationgujarat
11 Oct, 2024

મહાદેવ સટ્ટા એપના માસ્ટર માઈન્ડ સૌરભ ચંદ્રાકરની દુબઈમાં અટકાયત કરવામાં આવી હોવાના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની વિનંતી પર ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. UAEના અધિકારીઓએ સૌરભ ચંદ્રાકરની કસ્ટડી અંગે ભારત સરકાર અને CBIને જાણ કરી છે.

તેની અટકાયતના સમાચાર બાદ હવે તેના પ્રત્યાર્પણની પ્રક્રિયા ઝડપથી થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સૌરભ ચંદ્રાકરને જલ્દી જ ભારત લાવવામાં આવશે. એવું કહેવામાં આવ્યું છે કે સૌરભ ચંદ્રાકરને ડિસેમ્બર 2023માં UAEમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો, ત્યારથી તે દુબઈ પોલીસની કસ્ટડીમાં છે. EDના સૂત્રોનું કહેવું છે કે તેને ભારતમાં ડિપોર્ટ કરવાની લગભગ તમામ ઔપચારિકતાઓ પૂરી થઈ ગઈ છે અને આગામી 10 દિવસમાં તેને ભારત મોકલી દેવામાં આવશે.

જ્યુસ વેચનાર કરોડોના કૌભાંડનો માસ્ટર માઇન્ડ બન્યો

સૌરભ ચંદ્રાકર પર 6 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડનો આરોપ છે. હજારો કરોડના કૌભાંડનો આ આરોપી અગાઉ સામાન્ય જ્યુસ વેચનાર હતો. થોડા વર્ષો પહેલા સુધી સૌરભ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ચંદ્રકાર જ્યુસ ફેક્ટરી નામથી જ્યુસની દુકાન ચલાવતો હતો. તેની પાસે રસ્તાની બાજુમાં દુકાન હતી તેથી તેની આવક વધારે ન હતી, તે વધુ પૈસા કમાવવા માંગતો હતો, તેણે તેની જ્યુસની દુકાન વિસ્તારવાનું શરૂ કર્યું. છત્તીસગઢના ઘણા શહેરોમાં જ્યુસ ફેક્ટરી નામની દુકાનો ખોલવામાં આવી હતી. જ્યુસ વેચવાની સાથે સૌરભ ચંદ્રાકરને સટ્ટાબાજીની પણ આદત હતી. પહેલા તે ઓફલાઈન સટ્ટો રમતો હતો, પરંતુ કોરોનાને કારણે તેણે ઓનલાઈન સટ્ટો રમવાનું શરૂ કર્યું. લોકડાઉન દરમિયાન તેણે રવિ ઉપ્પલ નામના વ્યક્તિ સાથે મળીને મહાદેવ બેટિંગ એપ લોન્ચ કરી હતી.

મહાદેવ બેટિંગ એપ શું છે?

મહાદેવ બેટિંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવવામાં આવી હતી. તેના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ, ચાન્સ ગેમ્સ નામની લાઈવ ગેમ્સ રમતા હતા. ક્રિકેટ, બેડમિન્ટન, ટેનિસ, ફૂટબોલ અને ચૂંટણી જેવી ઈવેન્ટો પર પણ સટ્ટો  એપ દ્વારા કરવામાં આવતો હતો. આ એપનું નેટવર્ક ગેરકાયદે સટ્ટાબાજીના નેટવર્ક દ્વારા ઝડપથી ફેલાઈ ગયું. આ એપનો સૌથી વધુ ઉપયોગ છત્તીસગઢમાં થવા લાગ્યો. આ એપ દ્વારા છેતરપિંડી માટે સંપૂર્ણ બ્લુપ્રિન્ટ બનાવવામાં આવી હતી.


Related Posts

Load more