ભાસ્કર પટેલ કંઈ બવ મોટો CM છે?’:દિનુમામાને હરિફ ઉમેદવાર વિષે પૂછતા જ બરાબરના અકળાયા

By: Nation Gujarat Team
28 Feb, 2026

બરોડા ડેરીની ચૂંટણી પહેલા રાજકારણ ભારે ગરમાયુ છે. ચૂંટણી પહેલા આક્ષેપ – પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. આ ચૂંટણી પહેલા ઉમેદવારોએ એક બીજાના ચારિત્ર્ય ઉપર પણ છાંટા ઉડાડવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે આજે ડેરીના વર્તમાન પ્રમુખ દિનેશ પટેલ ( દિનુમામા) તેઓના પ્રતિસ્પર્ધીએ કરેલા આક્ષેપ અંગે પૂછતા અકળાઈ ગયા હતા અને મીડિયા સાથે વાતચીત કરતા કરતા જ ચાલવા માંડયા હતા.

ભાસ્કર તો કઈ સીએમ છે?: દિનુમામા દિનુમામાને મીડિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો કે, ભાસ્કર પટેલે કહ્યું હતું કે… બસ આટલું બોલતા જ દિનુમામા અકળાઈ ગયા હતા અને કહ્યું હતું કે, ભાસ્કર તો કઈ મારા કરતા મોટો… સીએમ છે? મુખ્યમંત્રી છે? મીડિયાએ પાછું પૂછ્યું કે એ આક્ષેપ કરે છે કે… તો દિનુ મામા પાછા અકળાઈને કહે છે કે એ કહેતો હોય તો એને પૂછો. અને તેમ કહીને તેઓ ઇન્ટરવ્યૂ આપતા આપતા ચાલતી પકડે છે.

ફોર્મ ભરવાના દિવસે ભાસ્કર પટેલે ગંભીર આક્ષેપ કર્યા હતા ઉમેદવારીપત્ર ભરવાના દિવસે પાદરાના દિનુમામાના પ્રતિસ્પર્ધી ભાસ્કર પટેલે ગંભીર આક્ષેપ કર્યા હતા અને દિનુમામાના ચારિત્ર્ય ઉપર પણ આંગળી ચીંધી હતી. જો કે ત્યાર બાદ દિનુમામાએ એમ કહ્યું હતું કે, જો તે આ આરોપ સાબિત નહીં કરે તો હું 25 કરોડનો બદનક્ષીનો દાવો કરીશ. અને ત્યાર બાદ સમગ્ર મામલો ગરમાયો હતો.


Related Posts

Load more