ભારતે બીજી ટેસ્ટ જીતી:સિરીઝ 1-1થી ડ્રો; કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાની પહેલી જીત

By: nationgujarat
04 Jan, 2024

કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. ભારતની આ જીતમાં મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહનું મહત્વનું યોગદાન હતું. સિરાજે પ્રથમ દાવમાં 6 વિકેટ લીધી હતી, જ્યારે બુમરાહે બીજી ઈનિંગમાં 6 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. પ્રથમ દાવમાં 98 રનથી પાછળ પડ્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા દાવમાં 176 રન બનાવી શકી હતી. આ રીતે ભારતને જીતવા માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે ટીમ ઈન્ડિયાએ ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધો હતો.

બીજા દિવસે જ ભારતે બીજી ટેસ્ટ જીતી લીધી હતી. આ સાથે જ બે મેચની ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં માત્ર 55 રન જ બનાવી શકી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગમાં 153 રન બનાવ્યા અને 98 રનની મહત્વની લીડ મેળવી લીધી. આ પછી બીજા દાવમાં યજમાન ટીમે એડમ માર્કરામની સદીની મદદથી 176 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ બીજી ટેસ્ટ ત્રણ વિકેટ ગુમાવીને જીતી લીધી હતી.

બુધવારે ન્યૂલેન્ડ્સના મેદાનમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. દક્ષિણ આફ્રિકા પ્રથમ દાવમાં 55 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જ્યારે ભારત પણ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 153 રન જ બનાવી શક્યું હતું. ટીમ ઈન્ડિયાને પ્રથમ દાવમાં 98 રનની લીડ મળી હતી. દક્ષિણ આફ્રિકાએ બીજા દાવમાં 176 રન બનાવ્યા હતા. છેલ્લી ઇનિંગ્સમાં ટીમ 78 રનથી આગળ હતી, આથી ભારતને 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે 12મી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી.

 

ભારતની બીજી વિકેટની ઇનીગ

બીજી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો છઠ્ઠી ઓવરના ચોથા બોલ પર લાગ્યો હતો. ટીમનો ઓપનર યશસ્વી જયસ્વાલ 28 રન બનાવીને નાન્દ્રે બર્ગરના બોલ પર આઉટ થયો હતો

સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડાએ ભારતને બીજો ઝટકો આપ્યો હતો. તેણે નવમી ઓવરના ત્રીજા બોલ પર શુભમન ગિલને બોલ્ડ કર્યો હતો. ગિલ 10 રન બનાવીને આઉટ થયો હતો.

ભારતની ત્રીજી વિકેટ માર્કો યાન્સેને લીધી હતી. તેણે 12મી ઓવરના પહેલા બોલ પર વિરાટ કોહલીને આઉટ કર્યો હતો. કોહલી 12 રન બનાવીને આઉટ થયો હતો.


Related Posts

Load more