ભારતમાં હવે SIM Card વિના પણ માણી શકાશે ઇન્ટરનેટની મજા

By: nationgujarat
13 Apr, 2024

એલન મસ્કના ભારત પ્રવાસને લઇને મોટી જાણકારી સામે આવી છે. Starlink ની ટૂંકસમયમાં ભારતમાં એન્ટ્રી થઇ શકે છે. એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ખબર પડે છે કે એલન મસ્ક ભારત આવશે અને તે ખૂબ જલદી ભારત સરકાર સાથે પોતાના પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરી શકે છે. ટેસ્લા ઉપરાંત તેમના સૌથી મોટા પ્રોજેક્ટ સ્ટારલિંક સેટેલાઇટ નેટવર્ક જ હશે. રિપોર્ટનું માનીએ તો સ્ટારલિંક લાઇસન્સ અત્યારે એડવાન્સ સ્ટેજમાં છે. 92 કરોડ બ્રોડબેંડ સબ્સક્રાઇબર્સ પણ સ્ટારલિંક પાસે છે. અત્યારે ટેલીકોમ માર્કેટમાં વોડાફોન-આઇડિયા, જિયો અને એરટેલનું રાજ છે, પરંતુ એલન મસ્ક પણ ખૂબ જલદી તેમાં એન્ટ્રી કરી શકે છે. સેટેલાઇટ બેસ્ડ સ્પેક્ટ્રમને લઇને પણ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. મસ્ક ઉપરાંત પણ ઘણી બધી કંપનીઓની તેના પર નજર છે. \

સેટેલાઇન નેટવર્કમાં SIM ની જરૂર નહી
SIM Card ને લઇને પણ ઘણા બધા સમાચારો સામે આવ્યા છે. સેટેલાઇટ ટીવીને લઇને સામે આવેલી જાણકારીથી ખબર પડે છે કે તેના માટે તમારે સિમકાર્ડની જરૂર નહી પડે. કારણ કે આ સેટેલાઇટ બેસ્ડ નેટવર્ક પર કામ કરે છે. સાથે જ તેની મદદથી તમે ગમે ત્યાંથી સરળતાથી કોલિંગ કરી શકો છો અને તમારે નેટવર્ક પ્રોબ્લમ સામે ઝઝૂમવું નહી પડે.

સેટેલાઇટ નેટવર્ક પર એલન મસ્ક કરી રહેલા કામ સેટેલાઇટ નેટવર્ક પર એલન મસ્કની કંપની સ્ટારલિંક લાંબા સમયથી કામ કરી રહી છે. હવે એવામાં જો એલન મસ્ક ભારત આવે છે તો તેમની નજર ટેસ્લાની સાથે સેટેલાઇટ નેટવર્ક પર રહેશે. અમેરિકામાં અત્યારે સ્ટારલિંક સર્વિસ પ્રોવાઇડર કરી રહ્યા છે. ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રી થાય છે તો તે અન્ય ટેલિકોમ ઓપરેટર માટે આકરી ટકકર થઇ શકે છે. લાંબા સમયથી લોકો તેની રાહ જોઇ રહ્યા છે. જોકે તેને લઇને અત્યાર સુધી કંપની તરફથી કોઇ રોડમેપ સાફ કર્યો નથી.


Related Posts

Load more