ભારતમાં એપલે આવકમાં નવો રેકોર્ડ બનાવ્યો

By: nationgujarat
05 Aug, 2024

એપલે ભારતમાં જૂનમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ફરી એક નવો  આવકનો રેકોર્ડ બનાવ્યો છે, વિશ્વના બીજા સૌથી મોટા દેશ ભારતમાં જ્યાં સ્માર્ટફોન માર્કેટના ગ્રાહકો પ્રીમિયમ ઉત્પાદનો ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે તેથી ભારતમાં એપલ સૌથી વધુ આવક ઉભી કરી શક્યું છે.

આઇ ફોન નિર્માતાએ જૂન ત્રિમાસિકમાં બે ડઝનથી વધુ દેશોમાં ત્રિમાસિક આવકના રેકોર્ડ બનાવ્યા છે.જેમાં કેનેડા, મેક્સિકો, જર્મની, ઈન્ડોનેશિયા, ફ્રાન્સ, ભારત, ફિલીપાઇન્સ, થાઈલેન્ડ વગેરે દેશોનો સમાવેશ થાય છે.

એપલના એક્યુટિવ ઓફિસર ટિમ કુકે શુક્રવારે આવક વિશે વિશ્લેષકોને જણાવ્યું હતું કે ભારતની ફોન માર્કટ અને અન્ય દેશોની માર્કેટોએ એપલને વૈશ્વિક સ્તરે જૂન ત્રિમાસિકમાં નવો રેવન્યુ રેકોર્ડ 85.8 બિલિયન ડોલર સેટ કરવામાં મદદ કરી હતી, જે ગતવર્ષની સરખામણીમાં 5 ટકા વધુ છે. જોકે ચીનમાં એપલ ગેઝેટના વેચાણમાં ઘટાડો પણ નોંધાયો હતો.

કંપનીએ ઓલ-ટાઇમ હાઈ ત્રિમાસિક આવક અને સેવાઓમાં નવો રેકોર્ડ બનાવ્યો છે, જે દર વર્ષે 14 ટકાનો વધારો દર્શાવે છે. માર્કેટ ટ્રેકર કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના જણાવ્યા મુજબ જૂન ત્રિમાસિકમાં દેશમાં સ્માર્ટફોનના શિપમેન્ટમાં દર વર્ષે 2 ટકાનો ઘટાડા થયો હતો છતાં ભારતમાં એપલના આવકમાં વધારો થયો હતો,

ભારતમાં એપલના બિઝનેસને માત્ર આઇફોન જ ચલાવી રહ્યું નથી. કંપની મેનેજમેન્ટે તેના બેક-ટુ-સ્કૂલ ગ્રાહક માટે દેશમાં મેક કમ્પ્યુટરના જબરદસ્ત વેચાણને પણ પ્રકાશિત કર્યું હતું. એપલના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર લુકા મેસ્ત્રીએ વિશ્લેષકોને જણાવ્યું હતું કે, કંપનીએ લેટિન અમેરિકા, ભારત અને દક્ષિણ એશિયામાં મેક કોમ્યુટર સારા પ્રમાણે વેચાય છે જે જૂન ત્રિમાસિક રેકોર્ડમાં દર્શાવવામાં આવ્યું હતું

કાઉન્ટરપોઇન્ટ મુજબ, સેમસંગ અને વિવોએ જૂનના ત્રિમાસિક ગાળામાં આવક અને વેચાણમાં  ભારતીય સ્માર્ટફોને માર્કેટમાં આગળ રહયા હતા  ત્યારબાદ એપલ ત્રીજા સ્થાને આવે છે. સેમસંગનો વેલ્યુ શેર 24.5 ટકાનો વિવોનો 16.8 ટકા અને એપલનો 16.3 ટકા હતો.

કાઉન્ટરપોઈન્ટના રિસ આર્ક એનાલિસ્ટ શુભમ સિંઘે જણાવ્યું હતું કે, “પરંતુ એપલ આગામી ત્રિમાસિક ગાળામાં કસ્ટમ ડયુટી ઘટવાના કારણે પહેલાં નંબર પર આવી શકે છે.

વેચાણના એકમોના સંખ્યાના આધારે, રેડમી 18.9 ટકા સાથે જૂન ત્રિમાસિકમાં  સેમસંગને હરાવીને ભારતમાં સૌથી આગળ છે .બીજા નંબર પર વિવો 18.8 ટકા પર છે. સેમસંગ 18.1 ટકા સાથે ત્રીજા નંબર પર છે.

એપલને જૂન ત્રિમાસિકમાં ચીનમાં તેના વેચાણમાં વાર્ષિક ધોરણે 6.5 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો, કૂકે જણાવ્યું હતું કે એપલ ચીનમાં લાંબા ગાળાની તકમાં વિશ્વાસ ધરાવે છે.


Related Posts

Load more