Bharuch BJP: ભરૂચ (Bharuch) જિલ્લા ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ (Political upheaval) આવ્યો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ અંકલેશ્વર (Ankleshwar) ના જાણીતા ભાજપ આગેવાન નીતિન વકીલ (Nitin vakil) ને પક્ષમાંથી સસ્પેન્ડ (Suspended) કરી દેવામાં આવ્યા છે. શિસ્તભંગની આ કાર્યવાહીને પગલે સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
ભરૂચ (Bharuch)અંકલેશ્વરના ભાજપ આગેવાન પક્ષમાંથી સસ્પેન્ડ
નીતિન વકીલ પર નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ વિરોધી (Anti-party activities) કામગીરી કરવાનો ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. પક્ષના સત્તાવાર ઉમેદવારો વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ પ્રદેશ નેતૃત્વ દ્વારા આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ નીતિન વકીલને કરાયા સસ્પેન્ડ
આ શિસ્તભંગના પગલાંની અસર તેમના પરિવાર પર પણ જોવા મળી છે. નીતિન વકીલના પત્ની નયના વકીલ, જેઓ જિલ્લા ભાજપમાં મહામંત્રી (General Secretary) તરીકેની જવાબદારી સંભાળતા હતા, તેમણે પણ પોતાનો હોદ્દો ગુમાવ્યો છે. પક્ષે તેમને આ મહત્વના પદ પરથી તાત્કાલિક અસરથી દૂર કર્યા છે.
ભાજપના અન્ય કાર્યકરો અને આગેવાનોમાં પણ ફફડાટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Body Elections) ટાણે જ લેવાયેલા આ નિર્ણયથી ભાજપના અન્ય કાર્યકરો અને આગેવાનોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. પક્ષે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે શિસ્તભંગ (Indiscipline) કરનાર ગમે તેટલો મોટો હોદ્દેદાર હોય, તેને ચલાવી લેવામાં આવશે નહીં.