બુમરાહના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ, 6 વર્ષમાં પહેલીવાર થયું આવું પરાક્રમ

By: nationgujarat
27 Sep, 2023

ભારતીય ક્રિકેટ ટીમ ત્રણ મેચોની શ્રેણીની ત્રીજી વનડેમાં આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. ટીમ આ શ્રેણીમાં પહેલાથી જ 2-0થી અજેય સરસાઈ મેળવી ચૂકી છે. ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયા ટોસ હારીને ફિલ્ડિંગ માટે મેદાનમાં આવી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 353 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાના મોટા ભાગના બોલરો ખરાબ રીતે પરાસ્ત થયા હતા. જેમાંથી એક જસપ્રીત બુમરાહ હતો. આ મેચમાં બુમરાહના નામે એક ખૂબ જ ખરાબ રેકોર્ડ પણ જોડાયો હતો.

જસપ્રીત બુમરાહે આજે ઓસ્ટ્રેલિયા સામે 10 ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેણે 81 રન બનાવ્યા અને 3 વિકેટ લેવામાં સફળ રહ્યો. બુમરાહનો આ તેની કારકિર્દીનો બીજો સૌથી ખરાબ બોલિંગ રેકોર્ડ છે. બુમરાહના સ્પેલની પ્રથમ 6 ઓવરમાં એકપણ વિકેટ લીધા વિના 60થી વધુ રન બનાવ્યા હતા. પરંતુ છેલ્લી 4 ઓવરમાં બુમરાહે તેને ઘણી હદ સુધી કાબૂમાં રાખ્યો અને 3 મહત્વની વિકેટ પણ લીધી. પરંતુ તેના નામે એક ખરાબ રેકોર્ડ જોડાઈ ગયો.

આ પહેલા કટકમાં ઇંગ્લેન્ડ સામે બોલિંગ કરતી વખતે બુમરાહે 9 ઓવરમાં 81 રન આપ્યા હતા. જે તેની ODI કારકિર્દીનો સૌથી ખરાબ આંકડો છે. આજની મેચમાં પણ બુમરાહે એટલા જ રન આપ્યા હતા, પરંતુ આજે બુમરાહે આખી 10 ઓવર નાંખી અને એક વિકેટ પણ લીધી.

જસપ્રીત બુમરાહની વનડેમાં સૌથી મોંઘી વાપસી
2/81 વિ ઈંગ્લેન્ડ, કટક, 2017 (9 ઓવર)

3/81 વિ ઓસ્ટ્રેલિયા, રાજકોટ, 2023
2/79 વિ ઇંગ્લેન્ડ, પુણે, 2017
1/79 વિ ઓસ્ટ્રેલિયા, સિડની, 2020

ઓસ્ટ્રેલિયાએ 352 રન બનાવ્યા હતા
આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટ ગુમાવીને 357 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગ કરવા આવેલા ડેવિડ વોર્નરે 56 રનની ઇનિંગ રમી હતી. જ્યારે મિશેલ માર્શના બેટમાંથી 96 રન આવ્યા હતા. આ સિવાય સ્ટીવ સ્મિથે 74 રન અને માર્નસ લાબુશેને 72 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી બુમરાહની 3 વિકેટ ઉપરાંત 2 વિકેટ કુલદીપ યાદવે અને એક-એક વિકેટ પ્રસિદ્ધ કૃષ્ણા અને મોહમ્મદ સિરાજે લીધી હતી.

ભારતીય ટીમની પહેલી વિકેટ પડી હતી. ગ્લેન મેક્સવેલે વોશિંગ્ટન સુંદરને 18 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. મેક્સવેલે રોહિત શર્માને આઉટ કર્યો હતો. રોહિત 81 રને આઉટ થયો હતો. મેક્સવેલે ત્રીજી વિકેટ લેતા કોહલીની 66 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ કર્યો હતો. મિચેલ સ્ટાર્કે ઓસ્ટ્રેલિયાને ચોથી સફળતા અપાવતા કેએલ રાહુલને આઉટ કર્યો હતો. હેઝલવૂડે સૂર્યકુમાર યાદવને આઉટ કર્યો હતો. મેક્સવેલે ચોથી વિકેટ ઝડપતા શ્રેયસ અય્યરને આઉટ કર્યો હતો.

વિરાટ કોહલીએ 66મી અડધી સદી ફટકારી
વિરાટ કોહલીએ પોતાની વન-ડે કારકિર્દીની 66મી ફિફ્ટી ફટકારી હતી. તેણે 61 બોલમાં 56 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં કોહલીએ 91.80ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

આવી રીતે પડી ટીમ ઈન્ડિયાની વિકેટ…

પહેલી: 11મી ઓવરના પાંચમા બોલે મેક્સવેલે આઉટ સાઇડ ઑફ સ્ટમ્પ પર બોલ નાખ્યો, જેને સુંદરે કવર ઉપરથી લૉફ્ટેડ શોટ માર્યો, પણ બાઉન્ડરી પર ઊભેલા માર્નસ લાબુશેને શાનદાર સ્લાઇડિંગ કેચ કર્યો હતો.

બીજી: 21મી ઓવરે ગ્લેન મેક્સવેલે શોર્ટ બોલ નાખ્યો, જેને રોહિત બેકફૂટ પર જઈને સીધો રમ્યો, પણ બોલર મેક્સવેલે ચપળતા બતાવતા એકહાથે ગજબનો કેચ કરી લીધો હતો.

ત્રીજી: 27મી ઓવરના પાંચમા બોલે મેક્સવેલે શોર્ટ બોલ નાખ્યો, જેને કોહલી બેકફૂટ પર જઈને ડીપ મિડ વિકેટ પર મારવા ગયો, પણ મિસ ટાઇમ થઈ જતા સર્કલની અંદર જ પાછળ દોડીને સ્ટીવ સ્મિથે કેચ કરી લીધો હતો.

ચોથી: 36મી ઓવરના પાંચમા બોલે સ્ટાર્કે સ્લોઅર બોલ નાખ્યો, જેને રાહુલ લાંબો શોટ મારવા ગયો, પણ એડ્જ વાગતા ખૂબ જ હવામાં ગયો હતો, જેને વિકેટકીપર એલેક્સ કેરીએ શાનદાર રીતે કેચ કરી લીધો હતો.

પાંચમી: 38મી ઓવરના બીજા બોલે હેઝલવુડે શોર્ટ પિચ બોલ નાખ્યો, જેને સૂર્યકુમાર યાદવ મિડ વિકેટ ઉપરથી મારવા ગયો, પણ ટાઇમ ન થતા સર્કલની અંદર જ ગ્લેન મેક્સવેલે કેચ કર્યો હતો.

છઠ્ઠી: 39મી ઓવરના ત્રીજા બોલે મેક્સવેલે લેન્થ બોલ નાખ્યો, જે સીધો રહી જતા અય્યરથી મિસ થઈ ગયો અને તે બોલ્ડ થયો હતો.


Related Posts

Load more