બાબા વાંગા અને નોસ્ટ્રાડેમસની ભયાનક આગાહીઓ સાચી પડી! ઈરાન-ઈઝરાયેલ જંગ વચ્ચે શરૂ થશે ત્રીજું વિશ્વયુદ્ધ?

By: Nation Gujarat Team
07 Mar, 2026
Baba Vanga prediction: રશિયા-યુક્રેન અને ત્યારબાદ ઈઝરાયેલ-હમાસ વચ્ચેના સંઘર્ષે પહેલાથી જ દુનિયાને ચિંતામાં મૂકી દીધી છે. હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા જતા તણાવને કારણે ત્રીજા વિશ્વયુદ્ધની આશંકાઓ તેજ થઈ ગઈ છે. હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ભીષણ જંગ જારી છે. ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના હુમલાઓએ વાતાવરણને વધુ ગંભીર બનાવી દીધું છે. તો બીજી તરફ, વળતો પ્રહાર કરતા ઈરાને ઈઝરાયેલ અને ગલ્ફ દેશોને પોતાના નિશાન બનાવ્યા છે. આ યુદ્ધની સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર ‘ચીનના નોસ્ટ્રાડેમસ’ ગણાતા મશહૂર યુટ્યુબ ચેનલ ‘પ્રોડક્ટિવ હિસ્ટ્રી’ના હોસ્ટ પ્રોફેસર ઝુએકિન ઝિયાંગ અને બલ્ગેરિયાના બાબા વાંગાની ચોંકાવનારી ભવિષ્યવાણીઓ ફરી ચર્ચામાં આવી છે.
શું હતી બાબા વાંગાની ભવિષ્યવાણી?

બલ્ગેરિયાના પ્રખ્યાત ભવિષ્યવક્તા બાબા વાંગાએ દાયકાઓ પહેલા સંકેત આપ્યો હતો કે, વર્ષ 2026માં પૂર્વી હિસ્સામાંથી એક મોટું યુદ્ધ શરૂ થઈ શકે છે, જે ધીમે-ધીમે આખી દુનિયાને પોતાની લપેટમાં લઈ લેશે. તેમનો દાવો હતો કે, આ સંઘર્ષમાં યુરોપને સૌથી વધુ નુકસાન વેઠવું પડી શકે છે. આજે જ્યારે ઇન્ટરનેટ પર ‘અમેરિકા-ઈરાન તણાવ’, ‘ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ’ અને ‘ત્રીજું વિશ્વયુદ્ધ 2026’ જેવા શબ્દો સૌથી વધુ સર્ચ થઈ રહ્યા છે, ત્યારે લોકો તેમની વાતોને વર્તમાન સ્થિતિ સાથે જોડીને જોઈ રહ્યા છે. તેમનો દાવો હતો કે, યુદ્ધ પછી યુરોપની ધરતી બંજર જેવી થઈ શકે છે અને ત્યાં સામાજિક તથા આર્થિક સંકટ ઊંડું થઈ શકે છે. તેમણે એવો પણ સંકેત આપ્યો હતો કે, આ સંઘર્ષમાં રશિયા એક મજબૂત વૈશ્વિક શક્તિ તરીકે ઉભરી શકે છે.
ચીનના નોસ્ટ્રાડેમસ’ ગણાતા પ્રોફેસર ઝુએકિન ઝિયાંગે ત્રણ મુખ્ય ભવિષ્યવાણીઓ કરી હતી. પહેલી ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં પરત ફરશે, બીજી તેઓ ઈરાન સાથે યુદ્ધની શરૂઆત કરશે અને ત્રીજી ભવિષ્યવાણી એ હતી કે, ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની હાર થશે. વર્તમાન સ્થિતિમાં તેમની પ્રથમ બે ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે, જેના કારણે હવે આખી દુનિયાની નજર ત્રીજી આગાહી પર ટકેલી છે. ત્યારે હાલમાં અમેરિકા અને ઈઝરાયેલે ઈરાનના અનેક ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. અહેવાલો અનુસાર, તેહરાનના મહત્વના સરકારી સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઘટના બાદ સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ વધુ ઘેરો બન્યો છે. ઈરાને પણ વળતો પ્રહાર કરવાની ચેતવણી આપી છે, જેના કારણે વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. પરિસ્થિતિ બગડતા ઈરાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે અને ઈઝરાયેલે પણ સાવચેતીના ભાગરૂપે વિમાની ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે.

Related Posts

Load more