બાંકીપુરથી પ્રશાંત કિશોરને મોટી જીત મળી , ભાજપના ગઢમાં મોટો ઉલટફેર

By: Nation Gujarat Team
03 Aug, 2026

બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણી માટે મતગણતરી પુર્ણ થઇ. આ બેઠક માટે મતદાન 30 જુલાઈના રોજ થયું હતું અને આજે પરિણામો ઉલટફેર જોવા મળ્યો. જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર બાંકીપુરમાં સતત લીડ મેળવી રહ્યા હતા અને હવે તેમની જીત નક્કી થઇ ગઇ છે. આ બેઠકને ભાજપની પરંપરાગત બેઠક માનવામાં આવે છે, પરંતુ આ ચૂંટણીમાં તે પોતાનું સ્થાન ગુમાવી ચૂકી છે.

આ બેઠક પર પહેલા ભાજપ, જન સૂરજ અને આરજેડી વચ્ચે ત્રિકોણીય સ્પર્ધા માનવામાં આવતો હતો, પરંતુ હવે સમીકરણ સંપૂર્ણપણે બદલાતું દેખાય છે. પ્રશાંત કિશોર અહીં જબરદસ્ત વિજય મેળવ્યો છે. અત્યાર સુધીની મતગણતરીમાં, જન સૂરજ મોટો અપસેટ સર્જી દીધો છે . 31 રાઉન્ડની ગણતરી કરવામાં આવી હતી. ભાજપના ઉમેદવારને 18,953 મતથી હરાવ્યા. પ્રશાંત કિશોરને મળ્યા 63203 મત. ભાજપના નિરજ કુમારને  મળ્યા 44250 મત


Related Posts

Load more